તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
વિજાપુરના હસનાપુર ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આકરી સજા ફટકારી
મજૂરીના પૈસા બાબતે થયેલી તકરારમાં 45 વર્ષીય મહિલાની હત્યા કરનાર બે આરોપીઓને કોર્ટ દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા

મહેસાણાના વિજાપુર તાલુકાના હસનાપુર ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આકરી સજા ફટકારી છે. મજૂરીના પૈસા બાબતે થયેલી તકરારમાં 45 વર્ષીય મહિલાની હત્યા કરનાર બે આરોપીઓને કોર્ટ દ્વારા જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા આપવામાં આવી છે.
માહિતી મુજબ આ ઘટના દરમિયાન શ્રમિકો વચ્ચે મજૂરીના પૈસાની બાબતે તકરાર થઈ હતી. આ તકરાર ઉગ્ર બનતા આરોપીઓએ મહિલાની હત્યા કરી હતી. કેસની તપાસ બાદ પોલીસે આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીઓને કડક સજા ફટકારી છે.
આ કેસમાં આરોપી કમલેશ ગરાસિયા અને રાજુ બારીયાને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા તેમજ રૂપિયા 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા પીડિત પરિવારને રૂપિયા બે લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
