તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
સુરતના સચિન વિસ્તારમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ :10થી વધુ બ્લાસ્ટ થયા: મેજર કોલ જાહેર
ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો

સુરત :શહેરના સચિન વિસ્તારમાં ખાનગી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે નોંધપાત્ર નાસભાગ થયો છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. કંપનીમાં 10થી વધુ બ્લાસ્ટ થયા હોવાનું જણાયું છે. સુરત ફાયર વિભાગ અને નોટીફાઇડ એરિયાના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વધુ ફાયર ફાયટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા છે. ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભીષણ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
