<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

કોંગ્રેસ પાસે સક્ષમ કાર્યકરો નથી એટલે ઉમેદવારો શોધવા કયુઆર કોડનો સહારો

કોંગ્રેસ કયા મોઢે ભ્રષ્‍ટાચારની વાત કરે છે? ડો.અનિલ પટેલના પ્રહારો

રાજકોટ, તા.૧૧:  ગુજરાત ભાજપાના મુખ્‍ય પ્રવક્‍તા ડો. અનિલભાઈ પટેલે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં પ્રદેશ મહામંત્રીશ્રી ડો.પ્રશાંતભાઇ કોરાટ તેમજ પ્રદેશ મીડિયા કન્‍વીનરશ્રી પ્રશાંતભાઇ વાળા ઉપસ્‍થિત રહ્યા હતા, આ  ડો. અનિલભાઇ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્‍યું હતું કે, આજે કોંગ્રેસ પ્રમુખ દ્વારા  જે આક્ષેપો કરાયા છે તે હરહંમેશની જેમ પાયાવિહોણા અને મનઘડત છે. જે પક્ષનું રાષ્‍ટ્રીય નેતળત્‍વ ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ સપ્રીમ કોર્ટમાંથી જામીન પર હોય, તેને ભ્રષ્ટાચાર વિશે બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. જનતાએ જેમને કરોડોના ભ્રષ્ટાચારને કારણે  જાકારો આપ્‍યો છે, તે જ કોંગ્રેસ આજે કયા મોઢે ભ્રષ્ટાચારની વાતો કરે છે તેવો સવાલ તેમણે ઉઠાવ્‍યો હતો.

ડો. અનિલભાઈ પટેલે જણાવ્‍યું કે, પરિવારવાદ અને જૂથવાદમાં રચ્‍યા પચ્‍યા રહેતા કોંગ્રેસના નેતાઓ ગુજરાતના યુવાનોને ભ્રમિત કરવાનો નિષ્‍ફળ પ્રયાસ કરી રહ્યા છે. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ૧૦ હજાર બેઠકો પર ચૂંટણી લડવાની વાતો કરતી કોંગ્રેસ પાસે વાસ્‍તવમાં ૧૦ હજાર સક્રિય કાર્યકરો પણ નથી બચ્‍યા. ૧૫ મહાનગરોમાં ઉમેદવારો શોધવા માટે કોંગ્રેસે કયુઆર કોડનો સહારો લેવો પડે છે, તે જ સાબિત કરે છે કે કોંગ્રેસ પાસે જમીની સ્‍તર પર કોઈ સક્ષમ ઉમેદવાર બચ્‍યા નથી.

યુવા પ્રતિનિધિત્‍વ અંગે કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેઓએ જણાવ્‍યું કે, કોંગ્રેસ ૫૦ ટકા યુવાનોને ટિકિટ આપવાની વાતો કરે છે, પરંતુ તેમની ચૂંટણી સમિતિમાં બેઠેલા નેતાઓની ઉંમર જોતા જ તેમની કથની અને કરણી વચ્‍ચેનો તફાવત સ્‍પષ્ટ થઈ જાય છે. બીજી તરફ ભાજપનું નેતળત્‍વ ખરા અર્થમાં યુવાન છે. ભાજપાના રાષ્‍ટ્રીય પ્રમુખ આદરણીય નીતિન નવીનજી ૪૫ વર્ષના છે,પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીઓ પણ યુવાન છે. કાશ્‍મીર થી કન્‍યાકુમારી સુધીના યુવાનોના ભવિષ્‍ય માટે દિલ્‍હીમાં યોજાયેલી એઆઈ (AI) સમિટમાં કોંગ્રેસના લોકોએ જે નિમ્‍નકક્ષાનું કળત્‍ય કર્યું, તે જોતા સાબિત થાય છે કે તેઓ માત્ર યુવાનોના નામે નાટક કરી રહ્યા છે. યુવાનો કોંગ્રેસને ઓળખી ચૂકયા છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્‍ય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં સુરક્ષિત છે.

મતદાર યાદી સુધારણા (SIR) મુદ્દે કોંગ્રેસની બેવડી નીતિને ખુલ્લી પાડતા ડો. પટેલે પ્રશ્ન કર્યો હતો કે, જો કોંગ્રેસ આ પ્રક્રિયા માટે ગંભીર હતી, તો ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન યુપીએ સરકારમાં શા માટે આ પ્રક્રિયા ન કરી? વાસ્‍તવમાં કોંગ્રેસે જે ડુપ્‍લીકેટ અને ડબલ મતદારો ઊભા કર્યા હતા, તેમના નામ કમી થવાથી હવે તેમને પોતાની ડિપોઝીટ જપ્ત થવાનો ડર સતાવી રહ્યો છે.  તેમ પ્રદેશ મીડિયા ઇન્‍ચાર્જ પ્રશાંત વાળા  જણાવે છે. 

(2:13 PM IST)