<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ગ્રાન્‍ટેડ શાળાના પડતર પ્રશ્‍નોના ઉકેલ માટે મુખ્‍યમંત્રીને રજૂઆત

શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા ૧૧ પ્રશ્‍નોની રજૂઆત

રાજકોટઃ તા.૧૧, ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળા કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા મુખ્‍યમંત્રીને ગ્રાન્‍ટેડ શાળાના ૧૧ પ્રશ્‍નોના ઉકેલ માટે રજૂઆત કરી છે. રાજય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી સંજયભાઇ પંડયાએ એક યાદીમાં જણાવેલ છે કે છેલ્લા ઘણા સમયથી સરકારશ્રી દ્વારા કર્મચારી હિતમાં લેવાયેલા કેટલાક નિર્ણયનું અમલીકરણ ન થવાના કારણે અથવા તો કેટલાક અધિકારીશ્રીઓના ખોટા અર્થઘટનોના કારણે ઘણા પ્રશ્‍નો છે જેને તાત્‍કાલિક ઉકેલ  લાવવા પ્રબળ લાગણી અને માંગણી છે.

ગ્રાન્‍ટેડ શાળાના આચાર્ય તથા જુના શિક્ષક તરીકે શાળા બદલનાર શિક્ષકોને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી સેવા જોડાણ ના નામે આજ દિન સુધી ઓપીએસનો લાભ આપવામાં આવેલ નથી જેનો તાત્‍કાલિક ઉકેલ લાવવા વિનંતી રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓ આશરે ૧૭૦૦  કરતા વધુ કલાર્કની અને ર૦૦૦ કરતા વધુ સેવકની જગ્‍યાઓ ખાલી છે જે જગ્‍યાઓમાં કાયમી ભરતી ન થાય ત્‍યાં સુધી કરાર આધારિત શાળા સહાયક તથા  આઉટસોર્સિંગથી સેવક અગામી જુન ર૦ર૬ માં શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર પહેલા આપવામાં આવે તેવી વિનંતી છે.સેવા અને નિવૃતિ વિષયક લાભમાં સરકારશ્રી   દ્વારા એનપીએસ કે ઓપીએસવાળા કર્મચારીઓ વચ્‍ચે કોઇ ભેદભાવ ભરી નીતિ રાખવામાં આવતી ન હોવા છતાં કોઇ એક નેગેટિવ એટીટયુડ વાળા જિલ્લા શિક્ષણ અધિકારીના ખોટા અર્થઘટનના કારણે સરકારશ્રીના સ્‍વયં સ્‍પષ્‍ટ ઠરાવો હોવા છતાં એનપીએસવાળા કર્મચારીઓને નિવૃત્તિ સમયે તેમની જમા રજાઓ પૈકી મહત્તમ ૩૦૦ ની મર્યાદામાં રોકડામાં રૂપાંતર આપવાનું વગર કારણે બંધ કરવામાં આવેલ છે. જે હળાહળ અન્‍યાય છે જેનું તાત્‍કાલિક નિરાકરણ લાવવા રાજય સરકાર દ્વારા તમામ કર્મચારીઓને PMJAY  અંતર્ગત G કાર્ડ આપવામાં આવેલ છે. જેનો લાભ ઠરાવ હોવા છતાં રાજયની ગ્રાન્‍ટેડ શાળાઓના કર્મચારીઓને આજ દિન સુધી આપવામાં આવેલ નથી તો લાભ આપવા અમારી માંગણી છે. 

(2:10 PM IST)