<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

તમે (જિમ સંચાલકો) પોલીસના રડારમાં છો, જીમને બહાને જે ગોરખધંધા થાય છે તે તાકીદે બંધ નહીં થાય તો હવે આગવી ઢબે પૂછપરછ માટે તૈયારી રાખજો

ચોક્કસ જિમમાં ફિટનેશને બદલે પ્રેમની તાલીમ આપવાને કારણે કુટુંબો તૂટે તેવા સંજોગો નિર્માણ થયાનું જાણી સુરતના જાગળત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત ચોકી ઉઠ્‍યા હતા ડીસીપી રાજદીપસિંહ નકુમ, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તુષાર પંડ્‍યા દ્વારા sog માં બેઠક રાખી આકરી ચેતવણી આપતા કેટલાક પરિવારે ઘણા સમયે નિરાંતે નિંદર માંણી

રાજકોટ, તા.૧૧: યુવા પેઢી અને મધ્‍યમ પેઢીમાં ફિટનેશના વધતા જતા ક્રેઝ સામે સુરતના કેટલાક જીમમાં યુવતીઓ, મહિલાઓ સાથે જીમ તાલીમના નામે તેમને ફોસલાવી અને આંતરિક સંબધો બંધાઈ રહયાંથી ઘણાના લગ્ન જીવન બરબાદ થઈ રહ્યાંનુ બહાર આવેલ. ઘણા અનુભવી માણસો જીમમાં જતા હોય તેમને પણ કઇંક અજુકતું બની રહ્યાનું અને આ બાબત ખૂબ ગંભીર પરિણામ લાવનાર અને લગ્ન જીવન તૂટે તેવા તબક્કે પોહચતું નજર આવેલ.

પ્રજા સાથે સીધો અને વિશ્વાસપૂર્ણ કોન્‍ટેક્‍ટ ધરાવતા સુરતના પોલીસ કમિશનર સુધી પણ આ ફરિયાદ પહોંચી હતી. અનુપમસિહ ગેહલોત દ્વારા આ પ્રશ્‍ને ખૂબ મનોમંથન કરી sog ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે આખા પ્રશ્‍નોની ચર્ચા કરી, યોગાનુયોગ તેમના સુધી આ વાત પણ આવેલ.

SOG ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા પોલીસ કમિશનરની સૂચના મુજબ sog ના તમામ પોલીસ ઈન્‍સ્‍પેકટરો સ્‍ટાફ સાથે બેઠક યોજી અને ત્‍યારબાદ જિમ સંચાલકોની બેઠક બોલાવી, કેટલાક જીમમાં જે ગોરખધંધા ચાલે છે, અને જીમની તાલીમને બદલે પ્રેમના પાઠ શીખવી નજીક્‍તા સોશ્‍યલ મીડિયા, ફોન પર ચેટિંગ કરી મિલન મુલાકાત ગોઠવાઈ છે તે બધું પોલીસની જાણમાં હોવાનું ચોખ્‍ખુંચટળ જણાવી, તમે (જિમ સંચાલકો) પોલીસના રડારમાં હોવાનું એક એક બાબત પર નજર, સોશ્‍યલ મીડિયા, ફોનનુ સર્વેલેન્‍સ હોવાનું જણાવી માયા સંકેલી લેવા જણાવ્‍યું, આ ચેતવણીને હળવાશથી લેવામાં આવશે તો કસૂરવાન જીમ સંચાલકોના પરિવારને બોલાવી કેવા ધંધા ચાલે છે તેનો પર્દાફાશ કરાશે તેવું સ્‍પષ્ટ સુણાવી દેવાયું. બેઠકમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અતુલ સોનારા અને sog પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તુષાર પંડ્‍યા હાજર રહી આકરી ચેતવણી આપી છે, આના કારણે ઘણા પરિવાર તૂટતા બચી જશે.

(2:06 PM IST)