News of Wednesday, 11th March 2026
સુરતમાં રસોઈ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન બુકિંગ બંધ થતા લોકો એજન્સીઓ પર ઉમટી પડ્યા :અનેક જગ્યાએ લાંબી કતારો
ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે તેવી આશંકા લોકોમાં ફેલાઈ કારણ કે ઓનલાઈન બુકિંગ કરાવતા હોવા છતાં બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થતી નથી

સુરતમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. શહેરમાં રસોઈ ગેસ સિલિન્ડર માટે ઓનલાઈન બુકિંગ બંધ થતા લોકો ગેસ એજન્સીઓ પર ઉમટી રહ્યા છે અને અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી પડશે તેવી આશંકા લોકોમાં ફેલાઈ છે, કારણ કે ઓનલાઈન બુકિંગ કરાવતા હોવા છતાં બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થતી નથી. સરકારે તારીખમાં ફેરફાર કરતા લોકોમાં વધુ ચિંતા ઊભી થઈ છે. આ પરિસ્થિતિમાં નાગરિકો દ્વારા ગેસનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં અને નિયમિત રીતે મળી રહે તેવી વ્યવસ્થા કરવાની માગ ઉઠી રહી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
