તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
રાજ્યમાં ગરમીએ ભુક્કા બોલાવ્યા :અનેક શહેરોમાં તીવ્ર ગરમી : રાજકોટ 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
રાજ્યના 10 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો : કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચ મહિનાના મધ્યમાં જ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી જતાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના તાજા આંકડા મુજબ, આજે સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ 42.0°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.
શહેરોવાર તાપમાનની વિગત
રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો નીચે મુજબ રહ્યો હતો:
| શહેર | તાપમાન (સેલ્સિયસ) |
| રાજકોટ | 42.0°C |
| અમદાવાદ | 41.4°C |
| દીવ | 41.3°C |
| વડોદરા | 41.0°C |
| ભુજ | 41.0°C |
| ડીસા | 41.0°C |
| પોરબંદર | 40.9°C |
| ગાંધીનગર | 40.8°C |
| વેરાવળ | 40.8°C |
| અમરેલી | 40.2°C |
રાજ્યમાં પડી રહેલી ભીષણ ગરમીને કારણે બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન રસ્તાઓ પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ગરમ પવનો (લૂ) ફૂંકાવાને કારણે લોકોએ ઘરમાં રહેવાનું જ પસંદ કર્યું હતું. ટુ-વ્હીલર ચાલકો મોઢે રૂમાલ અને ચશ્મા પહેરીને ગરમીથી બચવા મથતા દેખાયા હતા.
અચાનક વધેલા તાપમાનને કારણે શેરડીનો રસ, છાશ અને ઠંડા પીણાના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ નાગરિકોને કામ વગર તડકામાં ન નીકળવા અને વધુમાં વધુ પાણી પીવા માટે સલાહ આપવામાં આવી છે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
