તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે: શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ
રાજ્ય સરકારે આ યોજનામાં મંજૂર કરેલા કુલ ૯.૫૭ લાખ આવાસમાંથી ૯.૧૫ લાખ આવાસોની કામગીરી પૂર્ણ : ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીનો જવાબ

અમદાવાદ તા.૧૦
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત દેશભરમાં ઘર વિનાના તમામ નાગરિકોને 'ઘરના ઘર'નું સપનું સાકાર કરવા 'પ્રધાનમંત્રી આવાસ યોજના' અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' હેઠળ આવાસ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે.રાજ્ય સરકારે આ યોજનામાં મંજૂર કરેલા કુલ ૯.૫૭ લાખ આવાસમાંથી ૯.૧૫ લાખ આવાસો તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જે ઘર વિનાના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે તેમ,આજે વિધાનસભા ગૃહમાં આવાસ યોજના અંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
મંત્રી કનુભાઈએ આવાસ યોજના હેઠળ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ યોજનામાં અગાઉ
રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવતી હતી.જેમાં વર્ષ ૨૦૨૪માં રૂ. ૫૦ હજારનો વધારો કરીને હવે રૂ. ૪ લાખની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત 'શહેરી વિકાસ વર્ષ -૨૦૨૫' અંતર્ગત આ યોજના હેઠળ નવા ૭૮,૦૦૦ આવાસ તૈયાર કરવા અંદાજે રૂ.૭,૭૮૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે તેમ, મંત્રી શ્રી ગૃહમાં ઉમેર્યું હતું.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
