તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
મહેસાણામાં ઈરાન યુદ્ધની અસર :દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ મુકાયો
દૂધ પ્રોસેસિંગ યથાવત્ રાખવા માટે ડેરી ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઈલરની તૈયારી

મહેસાણાંમાં યુદ્ધના પ્રભાવનો અસર દૂધસાગર ડેરી પર સ્પષ્ટ જોવા મળી રહી છે. ડેરીના ગેસ પુરવઠામાં 40 ટકાનો કાપ મુકાયો છે, જેના કારણે મિલ્ક પાવડરના ઉત્પાદનમાં ઘટાડો થશે અને 200 ટનનું ઉત્પાદન 150 ટન સુધી ઘટી શકે છે. ગેસ કાપના કારણે ડેરીના 2 પાવડર પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ ઉભી થઈ છે. દૂધ પ્રોસેસિંગ યથાવત્ રાખવા માટે ડેરી ફર્નેસ ઓઈલ અને સોલિડ ફ્યુઅલ આધારિત બોઈલરની તૈયારી કરી રહી છે. મહત્વપૂર્ણ કે, તમામ પશુપાલકોનું દૂધ રાબેતા મુજબ જ લેવામાં આવશે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
