<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી રૂ 38 કરોડનો દારુ ગુજરાતમાં ઘુસાડાયો :ઇમરાન ખેડાવાલા

ગાંધીના ગુજરાતમાં કાગળ પણ દારૂબંધી:ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટ : બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ.

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના જવાબમાં જણાવાયુ છે કે, આજે વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવે છે.  38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો છે. સરકારે આપેલા આંકડા ચોંકાવનારા છે. આ ગાંધીના ગુજરાતમાં કાગળ પણ દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટ આપવામાં આવી છે. મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસી જાય છે. બોર્ડર પર એસપી અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ. સરકારે આપેલી માહિતી માત્ર બોર્ડર પરથી પકડાયેલો દારૂની વિગત છે એના સિવાય મોટા પ્રમાણ માંગુજરાત માં દારૂ ઘુસી ગયો હશે.

(7:37 PM IST)