તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટર પાછળ અધધ કરોડોનો ખર્ચ: ગૃહમાં અપાઈ માહિતી
પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે કુલ રૂ. 56,66,32,421 જેટલો ખર્ચ:પાયલોટ પાછળ રૂ. 28,08,25,262 ખર્ચ:અન્ય સ્ટાફ પાછળ પણ છેલ્લા બે વર્ષમાં રૂ. 1,58,97,848નો ખર્ચ થયો

ગાંધીનગર : સરકારી માલિકીના પ્લેન અને હેલિકોપ્ટરના જાળવણી પાછળ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મોટો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલના જવાબમાં સરકારે ગૃહમાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષમાં પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ માટે કુલ રૂ. 56,66,32,421 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે પાયલોટ પાછળ રૂ. 28,08,25,262 ખર્ચ થયો છે. આ ઉપરાંત અન્ય સ્ટાફ પાછળ પણ છેલ્લા બે વર્ષમાં રૂ. 1,58,97,848નો ખર્ચ થયો છે. માહિતી મુજબ આ સમયગાળા દરમિયાન ટેકનિકલ ક્ષતિને કારણે બે વખત ઉડાન રદ કરવાની ફરજ પડી હતી.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
