તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
છેવાડાના માનવીસ સુધી શાસન પહોંચ્યુઃ ‘સેવાસેતુ' નિહાળતા જે.એન.વાઘેલા
ગાંધીનગરના સાદરા ખાતે ગ્રામજનોને ઘર આંગણે સરકારી સેવાનો લાભ

ગાંધીનગર,તા.૯: રાજ્ય સરકારના ઙ્કજાભિમુખ અભિગમ હેઠળ છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ખાધા વગર પારદર્શક અને ઝડપી વહીવટી સેવાઓ મળી રહે,તે હેતુથી ગાંધીનગર તાલુકાના સાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી જે.એન. વાઘેલાએ સાદરા ખાતે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમને વધુ અસરકારક અને ગ્રામજનો માટે મહત્તમ લાભદાયી બનાવવા માટે ઉપસ્થિત સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ શિબિરમાં પુરવઠા શાખાને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું કે સુધારો કરવો તેમજ રેશનકાર્ડ ધારકોની ફૂ-ધ્ળ્ઘ્ જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ, સાદરા અને આસપાસના ગ્રામજનો પોતાના દસ્તાવેજોમાં જરૂરી સુધારા-વધારા ઘર આંગણે જ કરાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. આ તકે ગાંધીનગર મામલતદાર શ્રી મહેશ ગોહિલ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સેવારત રહ્યા હતા. અંદાજે ૧૦૦૦થી વધુ લાભાર્થીઓએ આ શિબિરનો ઉત્સાહપૂર્વક લાભ મેળવી વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
