તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા હાર્દિક ,સૂર્યકુમાર અને ગૌતમ ગંભીર હનુમાનજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા
એક્ટિવા ચાલકે તેમને મંદિર સુધી પહોંચાડ્યા:પૂજારી ઈશ્વરદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા અને ભારતની જીત માટે પ્રાર્થના કરી

અમદાવાદ: આવતીકાલે અમદાવાદમાં રમાનારી T-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ હનુમાનજીના મંદિર પહોંચ્યા છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા હનુમાનજી મંદિરે પહોંચાડ્યા હતા. જ્યાં તેઓએ દર્શન કરી આવતીકાલે T20 વર્લ્ડ કપની આવતીકાલની ફાઈનલ મેચમાં સારી રીતે રમવા માટે પ્રાર્થના કરી હતી.
અમદાવાદના મોટેરા સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે 8મી માર્ચ, રવિવારે T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાનાર છે. જેની પહેલા ભારતીય ક્રિકેટરો હાલ સ્ટેડિયમ નજીક આવેલા હનુમાન ટેકરી મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. હાર્દિક પંડ્યા, સૂર્ય કુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાનજીના દર્શન કરવા પહોંચ્યા હતા. એક એક્ટિવા સવાર યુવકે તેમને મંદિર સુધીનો રસ્તો બતાવી તેઓને મંદિરે પહોંચાડ્યા હતા.
ભારતીય ખેલાડીઓને સ્ટેડિયમ નજીકના હનુમાનજી મંદિરે પહોંચાડનાર એક્ટિવા સવાર હેત પરમાર નામના યુવકે જણાવ્યું હતું કે, હું અહીંયાથી કામ કરીને સ્ટેડિયમમાંથી નીકળ્યો ત્યારે સ્ટેડિયમમાંથી સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટરો મને મળ્યા હતા. અન્ય ક્રિકેટરો પહેલાથી જ મંદિરે જવા નીકળી ગયા હતા, ત્યારે આ બંનેએ મને કહ્યું કે, મંદિર સુધી લઈ જાઓ, જેથી મેં તેમને રસ્તો બતાવ્યો અને તેઓને મેં અહીં મંદિરે પહોંચાડ્યા હતા.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
