તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહિવટદારની નિમણૂક: રાજકોટમાં રેમ્યા મોહન સાંભળશે ચાર્જ :અમદાવાદમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક
વડોદરામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપાયો, સુરતમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણે અને ભાવનગરમાં હર્ષદ પટેલની નિમણૂક

રાજ્યની મહાનગરપાલિકાઓમાં વહિવટદારની નિમણૂક કરવામાં આવી છે આગામી 10 માર્ચે રાજ્યની મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પુરી થઇ રહી છે ત્યારે હવે આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર શાસન ચલાવશે.
જ્યાં સુધી નવું બોર્ડ નહીં રચાય ત્યાં સુધી આ મહાનગરપાલિકાઓમાં વહિવટદાર કોર્પોરેશનનો વહિવટ કરશે
સરકારે કરેલી જાહેરાત મુજબ રાજકોટમાં રમૈયા મોહન ચાર્જ સાંભળશે જયારે અમદાવાદ કોર્પોરેશનમાં અગ્ર સચિવ મુકેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે જ્યારે વડોદરામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપાયો છે તો સુરતમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરાઇ છે અને ભાવનગરમાં હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ માં 11 માર્ચે , વડોદરામાં 10 માર્ચે, ભાવનગરમાં 9 માર્ચે તથા અમદાવાદમાં 9 માર્ચે ઉપરાંત જામનગરમાં 10 માર્ચે અને સુરતમાં 11 માર્ચે વર્તમાન બોર્ડની મુદત પુરી થશે
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
