તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
મહિલાઓ લક્ષ્મીબાઈ બનશે તો કોઈ તેમને હેરાન કરવાની હિંમત નહીં કરે. :નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફરી લવ જેહાદના મુદ્દે કડક શબ્દોમાં બોલ્યા
સંઘવીએ લોકોને અપીલ કરી કે પોતાની ભોળી દીકરીઓ આવા શિકાર ન બને તે માટે સમાજે સંકલ્પ લેવો જોઈએ

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી ફરી એકવાર લવ જેહાદના મુદ્દે કડક શબ્દોમાં બોલ્યા હતા. તેમણે જણાવ્યું કે ખોટું નામ ધારણ કરીને દીકરીઓને ફસાવનારાઓને કોઈપણ પરિસ્થિતિમાં છોડવામાં નહીં આવે. સંઘવીએ લોકોને અપીલ કરી કે પોતાની ભોળી દીકરીઓ આવા શિકાર ન બને તે માટે સમાજે સંકલ્પ લેવો જોઈએ. તેમણે મહિલાઓને સંબોધતા કહ્યું કે તેઓ રાણી લક્ષ્મીબાઇ જેવી હિંમત બતાવે અને પોતાની સુરક્ષા માટે આગળ આવે. સાથે જ તેમણે ઉમેર્યું કે દીકરીની ટીકા કરવાને બદલે તેને બચાવવા અને તેની સાથે ઊભા રહેવું જરૂરી છે, કારણ કે મહિલાઓ લક્ષ્મીબાઈ બનશે તો કોઈ તેમને હેરાન કરવાની હિંમત નહીં કરે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
