તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
રાજકોટ રેન્જમાં નિર્લિપ્ત રાય, જૂનાગઢમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા, ભાવનગરમાં રાજેન્દ્ર અસારી સહિતની પસંદગીની ભીતરમાં....
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી વિપક્ષો સૌરાષ્ટ્રની કાયદો વ્યવસ્થા સામેનો મુદ્દો ઉછાળે તે પહેલા ગાંધીનગરે વ્યૂહાત્મક ૩૬ ઓર્ડર કર્યા... નવી બનાસકાંઠા રેન્જ માટે ખાસ સમીકરણો, રાજકોટ ક્રાઈમ બ્રાંચને વધુ મજબૂત બનાવવા માટે અનુભવી ચૈતન્ય માંડલિકની પસંદગી કરવામાં આવી... સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આગામી વિધાનસભા ચૂંટણીઓમાં તમામ રાજકીય, સામાજિક,ગુનાહિત ગતિવિધિઓ પર બાજ નજર રાખવા ટ્રબલ શૂટર IPS અશોક કુમાર યાદવની ગાંધીનગર દ્વારા વિશેષ નિમણૂક...

રાજકોટ, તા.૬: ગુજરાતના ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાતના ઇતિહાસમાં કદી ન રહ્યા હોય તેવા લાંબા સમયથી પોસ્ટિંગ વગર રખાયેલ સિનિયર IPS સહિત અન્ય અધિકારીઓની બદલી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીઓ ધ્યાને રાખી ૩૬ જેટલો સિનિયર અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે, રાજકોટ રેન્જ કે જેમાં રાજકોટ જિલ્લો, જામનગર શહેર જીલ્લો, સુરેન્દ્ર નગર જીલ્લો, દેવ ભૂમિ દ્વારકા જિલ્લા અને મોરબી જિલ્લા જેવા મહત્વના જિલ્લાની ખાસ પરિસ્થિતિ તથા ગોંડલમાં સતત ચાલતા વિવાદ વિગેરે બાબતો ધ્યાને રાખી રાજકોટ રેન્જ ડીઆઈજી તરીકે કાર્યદક્ષ,કડક અને સ્વચ્છ છબી ધરાવતા નિર્લિપ્ત રાયની અશોક યાદવના સ્થાને પસંદગી કરી છે. રાજકોટ રેન્જ IG જેવો રાજ્ય સરકારના ખૂબ વિશ્વાસુ અને ટ્રબલ શૂટર અધિકારી હોવાનું કહેવાય છે, તેમને ૨૦૨૭ની ચૂંટણી ધ્યાને રાખી ઇન્ટિલિજન્સ વડા તરીકે મૂકવામાં આવ્યા છે.
નિર્લિપ્ત રાયની બદલી પછી સ્ટેટ મોનીટરીંગ સેલની ધાક ઓછી ન થાય તે માટે ખૂબ કડક અધિકારી તરીકે જાણીતા ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનીટરીંગ સેલનો વધારાનો હવાલો આપી કાર્યદક્ષ વિશાલ વાઘેલાની પસંદગી કરી છે.
અન્ય ફેરફારોમાં ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારને CID ક્રાઇમ વિભાગમાં બદલવામાં આવ્યા છે, દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ બાબતો પર કંટ્રોલ રાખી રાજ્ય સરકારને માહિતગાર રાખી શકે તે માટે તેમના સ્થાને સહુને સાથે રાખી કામ કરી શકે તેવા સરકારના વિશ્વાસુ રાજેન્દ અસારીને રેન્જ વડા બનાવ્યા છે.
રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિકની સુરત બદલી કરી તેમના સ્થાને કાર્યદક્ષ અધિકારી તરીકે જાણીતા ચૈતન્ય માંડલિક ની પસંદગી કરી પોલીસ તંત્ર વધુ સુદ્રઢ બનાવ્યું છે.
જુનાગઢ રેન્જ વડા તરીકે નિલેશ જાજડિયાના સ્થાને રાજેન્દ્રસિંહ ચુડાસમાંની પસંદગી કરી છે , કાર્યદક્ષ અને કડક હાથે કામ લેવા માટે જાણીતા છે, પોલીસ તંત્રમાં ખૂબ જમીની સ્તરથી જોડાયેલ છે.
ચાલુ માસે નિવૃત થતા શમશેરસિંઘને સિવિલ ડિફેન્ડન્સમા, સુરત ક્રાઈમ બ્રાન્ચના વડા અને સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા રાઘવેન્દ્ર વસ્તને અમદાવાદ રેન્જ અને તેમના સ્થાને આ સ્થાન ડાઉન ગ્રેડ કરી કરણરાજ વાઘેલા મુકાયા છે.
વડોદરાના એડી સીપી લીના પાટીલ કરાઈ, લો એન્ડ ઓર્ડરના દીપક મેઘાણી ACB, હિતેષ જોયસર IB, જુનાગઢના નિલેશ જાજડિયા એડી કમિશનર વડોદરા, તરુણ દુગ્ગલ અમદાવાદ (એડમિન), સરોજ કુમારી (પ્રિઝન), રાકેશ બારોટ (પ્રિઝન), રાજકોટ જેલ. માટે ઉભી કરાયેલ ડીઆઇજી પ્રિઝન માટે ગિરીશ પંડ્યા, સુધીર કુમાર દેસાઈ વડોદરા ટ્રાફિક, રાજ્ન સુસરા અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચ, સુધા પાંડે આર્મ્સ યુનિટ, બલરામ મીના એડી. સીપી સુરત, સજજનસિંહ પરમાર એડી સીપી ટ્રાફિક, સુજાતા મજમુદાર આર્મ્સ યુનિટ, ACBના બિપિન આહિરે સાયબર સેલ, મકરંદ ચૌહાણ લો એન્ડ ઓર્ડર,પી. એલ. માંલ ACB, અશોક મુનિયા કોસ્ટલ ગાર્ડ, મયુર પાટીલ ઝેન ૮ અમદાવાદ, સુરતના ખાસ પોલીસ કમિશનર વાંબાગ ઝમીર Posting વગર તથા પરીક્ષિતા રાઠોડને નવી બનાસકાંઠા રેન્જમાં વ્યૂહાત્મક રીતે મુકાયા છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
