<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી :1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપાયો:25 લાખનો મુદામાલ સીઝ કરાયો

પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા:મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ કરાઈ

સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.  1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા.  મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ કરાઈ છે. 

  મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી. 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો છે. સ્થળ પરથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે તમામ 25 લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા, પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.

 

(7:00 PM IST)