<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

નરસિંહમાં કોમાર અને શારદાબેન ગરીબ બાળકો સાથે ભોજન કરી અને અનુપમસિંહ ગેહલોત અને સંધ્‍યાબેને દિવ્‍યાંગ બાળકો અને પોલીસ પરિવાર સાથે ધૂળેટી ઉજવી

વડોદરા અને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોના જીવનમાં અને મુખ પર નિરાશાના નહિ, આનંદ ઉમંગના કલર રહે તેવી શુભેચ્‍છાઓ અર્પી, વડોદરા સીપી સમક્ષ તમામ ગરીબ બાળકોએ મોટા થયે પોલીસ ઓફિસર બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા, તમામ સહયોગની ખાતરી આપી ૨૪/૭ લોકોની સુરક્ષા માટે પરિવારની પરવા કર્યા વગર ખડેપગે રહેતા પોલીસ સ્‍ટાફ સાથે પ્રોટોકોલ ભૂલી સુરત સીપી મન મૂકીને રમ્‍યાઃ માત્ર અલગ ફૂલોથી પાણી વગર સ્‍કીનની સુરક્ષા સાથે હોળી કેવી રીતે રમવી તેનો મેસેજ સંસ્‍કારી નગરીના લોકોને સીપી દ્વારા આપવામાં આવ્‍યો વડોદરા અને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોના જીવનમાં અને મુખ પર નિરાશાના નહિ, આનંદ ઉમંગના કલર રહે તેવી શુભેચ્‍છાઓ અર્પી, વડોદરા સીપી સમક્ષ તમામ ગરીબ બાળકોએ મોટા થયે પોલીસ ઓફિસર બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા, તમામ સહયોગની ખાતરી આપી

રાજકોટ, તા.૫: હોળી અને ધૂળેટીનો તહેવાર આનંદ ઉલ્‍હાસ અને એક બીજા સાથેના મતભેદ ભૂલી ઉમંગપૂર્વક એક બીજા પર રંગ ઉડાડી (પાકા અને સ્‍કિન માટે નુકશાન કલર હોય તેવા નહિ), પરંતુ ઓર્ગેનિક રંગથી રમી મીઠા  મોઢા કરાવવાનો ખૂબ મોટો ઉત્‍સવ છે. ૨૪/૭ લોકો. મહાનુભાવોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતા પોલીસ સ્‍ટાફ માટે આમ તો કોઈ તહેવાર જેવું હોતું નથી, પરિવારને છોડી સુરક્ષા બંદોબસ્‍તમાં વ્‍યસ્‍ત રહેતા હોય છે, તેમનો કલર એટલે ખાખી અને ખાખી કલર એટલે મર્યાદા અને શિસ્‍તના બંધન. આ બધા વચ્‍ચે વડોદરા અને સુરત પોલીસ કમિશનર પોતાના સાથી અધિકારી સ્‍ટાફ સાથે પોતાના બંગલા પર હોળી રમ્‍યા અહીં સુધી તો બરોબર પણ આ બન્ને સિનિયર IPS સામાન્‍ય અને દિવ્‍યાંગ પરિવારના બાળકોને પણ ન ભૂલ્‍યા અને વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને તેમના પત્‍ની શારદાબેન અને સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત અને તેમના પત્‍ની સંધ્‍યાબેન પણ આ પુણ્‍ય કાર્યમાં સાથે જોડાયેલ.

આજરોજ ધુળેટીના ધાર્મિક પર્વને ધ્‍યાને લઇ વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીના ઘર આંગણે ધુળેટીના પર્વનું આયોજન કરવામાં આવેલ. જેમાં વડોદરા શહેરના પોલીસ અધિકારીશ્રીઓ તથા પોલીસ સ્‍ટાફના માણસો હર્ષો ઉલ્લાસથી જોડાયેલ. ઉજવણીનુ આ પર્વ પારંપરિક રીતે કુદરતી રંગો અને ફુલોની પાંખડીઓનો ઉપયોગ કરીને ઉજવવામાં આવેલ. ઉજવણી દરમિયાન પોલીસ કમિશનરશ્રીએ પોતાના શુભેચ્‍છા સંદેશમાં ધુળેટીની તમામને શુભકામનાઓ પાઠવી, પોતાના કાર્યોથી વડોદરા શહેર આજ રીતે સુખી-શાંત અને ઉત્‍સાહ પુર્ણ બની રહે તેવો સંકલ્‍પ લેવડાવેલ. ધુળેટીનાં પર્વની ઉજવણીની સાથે સાથે માંજલપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પોલીસ અને એન.જી.ઓ. દ્વારા ચલાવવામાં આવતી પોલીસ પાઠશાળામાં ભણતા ગરીબ બાળકો પણ આજના આ રંગીન અવસરે પોલીસ પરીવારની ઉજવણીનાં સહભાગી થયા. બાળકોએ ઉત્‍સાહભેર પોલીસ અધિકારીઓ સાથે ધુળેટીનો આનંદ માણ્‍યો અને પોલીસ કમિશનરશ્રી અને પરીવાર સાથે ભોજન લીધુ. આ વખતે તમામ બાળકોએ પોતે પોલીસ અધિકારી બનવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતાં પોલીસ કમિશનરશ્રીએ પણ તેઓને પ્રોત્‍સાહન પુરૂ પાડી તેઓના સપના પુર્ણ થાય તેમજ   તેઓનું આગામી જીવન સુખમય બને અને તેઓના સપના સાકાર થાય તેવી અભિલાષા વ્‍યકત કરી.

 વડોદરા પોલીસ કમિશનર દ્વારા માત્ર ફૂલોથી કોઈ પાણી વગર, સ્‍કિન પ્રોબ્‍લેમ ન થાય અને લોકોમાં એક અલગ મેસેજ જાય તે માટે પ્રયત્‍ન કરેલ , અત્રે એ યાદ રહેં કે વડોદરા પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં માંજલપુર વિસ્‍તારમાં પોલીસ અને સામાજિક સંગઠનો દ્વારા  ગરીબ બાળકો માટે પોલીસ પાઠશાળાના નામથી બાળકોને અભ્‍યાસ કરાવવામાં આવે છે, આ ગરીબ બાળકો સાથે પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર અને તેમના પત્‍નીએ સાથે ભોજન લીધેલ,  આ તમામ બાળકો દ્વારા પોલીસ કમિશનર પાસે પોતે મોટા થયે પોલીસ અધિકારી બનવા ઈચ્‍છા વ્‍યક્‍ત કરતા, તેમને શુભ કામના સાથે તેમનું સ્‍વપ્‍ન સાકાર થાય તેવી પ્રાર્થના સાથે પોતે પૂરો સહયોગ આપશે તેવી ખાતરી આપી.

સુરત જેવા વિશાળ શહેરની કાયદો વ્‍યવસ્‍થા જાળવવા અનેક પ્રકારના અભિયાન ચલાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતાના સ્‍ટાફ સાથે તમામ પ્રોટોકોલ છોડી રંગે રમ્‍યા અને લોકોના જીવનમાં સદા ઉમંગ, ઉત્‍સાહના કલર રહે અને તેમના મુખ પર સદા હાસ્‍ય રહે તેવી શુભેરછા વ્‍યક્‍ત કરી. ધૂળેટી અંતર્ગત અનુપસિંહ ગેહલોત અને તેમના પત્‍ની સંધ્‍યાબેન દિવ્‍યાંગ બાળકોને કલર, પિચકારી, મીઠાઈ વિતરણ કરી અને બાળકીએ મૌન રહી અશ્રુભીની આંખો દ્વારા આ દંપતિને શુભેરછા આપી ત્‍યારે લાગણીના ઘોડા પૂર ઉમટયા હતા.

(3:21 PM IST)