તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં નાહવા પડેલા 4 યુવકોના મોત
ચારેય યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી: દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદાનીના પાણીમાં ડૂબી જવાથી મોત થયા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં નાહવા પડેલા 4 યુવકોના મોત થયા છે. ચાર યુવકો સાબરમતી નદીમાં નાહવા ગયા હતા. ત્રણ યુવકોના પાણીમાં જ મોત નિપજ્યા હતા. અન્ય એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુું. ફાયર અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેય યુવકો કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સન્ની યાદવ અને પીયૂષ મહેરચંદાનીના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
