તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
ધૂળેટી પર્વે માતમ: રાજ્યભરમાં નદી-તળાવમાં ડૂબી જવાથી 18થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા :3796 ઇમરજન્સીના કેસ
ગયા વર્ષે 3266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા આ વર્ષે ઇમરજન્સી કેસોમાં 530 કેસનો વધારો

અમદાવાદ : રાજયમાં ધૂળેટીના તહેવારમાં નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે વિવિધ સ્થળો પર 18થી વધુ વ્યક્તિના મોત થયા હોવાનું બહાર આવી રહ્યું છે. 108 ઇમરજન્સી દ્વારા મળેલા આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં 3796 ઇમરજન્સી કેસ નોંદાયા હતા જ્યારે ગયા વર્ષે 3266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જેથી આ વર્ષે ઇમરજન્સી કેસોમાં 530 કેસનો વધારો જોવા મળ્યો છે
અમદાવાદની સાબરમતી નદીમાં પણ ડૂબી જવાના કારણે 3 યુવકના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
મૃતક યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આજે ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટ પર યુવકો નાહવા પડ્યા હતા. મૃતક યુવકોના નામ દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સની યાદવ અને પિયુષ હોવાનું સામે આવ્યું છે
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને ચારેય યુવકને બહાર કાઢ્યા હતા જે પૈકી ત્રણનું મોત થઇ ચુક્યું હતું જ્યારે એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
