તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
અમદાવાદની શાળાઓ અને સરકારી સંસ્થાઓને બોમ્બની ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર સૌરવ બિશ્વાસની બંગાળથી ધરપકડ
કનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે ઝડપાયેલો આ શખ્સ મૂળ બાંગ્લાદેશનો વતની છે, જેણે ભારતીય નાગરિકતા મેળવી લાંબા સમયથી અહીં વસવાટ કરી રહ્યો હતો

અમદાવાદની વિવિધ શાળાઓ અને સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર સૌરવ બિશ્વાસની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમના સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે ઝડપાયેલો આ શખ્સ મૂળ બાંગ્લાદેશનો વતની છે, જેણે ભારતીય નાગરિકતા મેળવી લાંબા સમયથી અહીં વસવાટ કરી રહ્યો હતો. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ હેઠળ અમદાવાદ લાવી સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેમાં તેની સાથે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય મોડ્યુલ જોડાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ, હાઈકોર્ટ, પાસપોર્ટ ઓફિસ અને અનેક નામાંકિત શાળાઓને ઈ-મેઈલ દ્વારા વિસ્ફોટની ધમકીઓ મળતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને આઈપી એડ્રેસ ટ્રેસ કરતા પશ્ચિમ બંગાળનું કનેક્શન સામે આવ્યું હતું.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર આતંક ફેલાવી વહીવટીતંત્રને અફરાતફરીમાં મૂકવાનો હતો. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર ષડયંત્ર પાછળના ઠોસ કારણો અને તેના આર્થિક સ્ત્રોતોની તપાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ડિજિટલ ધમકીઓ પર લગામ કસી શકાય.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
