તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
માંડલ ગામ નજીક પેટ્રોલ પમ્પની પાસે અચાનક કારમાં આગ લાગી
ગાડીના ચાલકને સમયસૂચકતાથી નીચે ઉતરી જવા જણાવી પંપના કર્મચારીઓ તથા હાજર લોકો દ્વારા ગાડીને પાછળથી ધક્કો મારીને પંપથી દુર રોડ ઉપર ખસેડી દેવાઈ

માંડલ ગ્રામ્યના વરમોર ગામની આઈ-20 હ્યુન્ડાઈ કંપનીની ગાડી લઈને ચાલક માંડલ આવેલ હતાં અને કામકાજ પુર્ણ કરીને ચાલક વરમોર ઘરે જતાં પહેલાં વિરમગામ તરફ જવાના રોડ ઉપર માંડલ ગામથી નજીકના શીવ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવવા માટે ગયેલ હતાં. ગાડી પેટ્રોલ પંપ ઉપર હતી. આ દરમિયાન કારના પાછળના નીચેના ભાગે સામાન્ય આગ લાગી હોવાની જાણ પંપ માલિક અને કર્મચારીઓને થતાં ગાડીના ચાલકને સમયસૂચકતાથી નીચે ઉતરી જવા જણાવ્યું હતું અને પંપના કર્મચારીઓ તથા હાજર લોકો દ્વારા ગાડીને પાછળથી ધક્કો મારીને પંપથી દુર રોડ ઉપર ખસેડી દેવાઈ હતી. રોડની સાઈડમાં કાર ખસેડાયાં બાદ ગાડીમાં આગ વધારે ભભૂકી અને અડધો પોણો કલાકમાં જ આખી ગાડી આગની ઝપેટમાં આવીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ અને 112 સરકારી વાહન, સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને અન્ય વાહનવ્યવહાર થોડીવાર માટે બંધ કરી દેવાયો હતો.
(12:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
