તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭૩૩૮ જગ્યાઓ માટે (CCE) ભરતી પરીક્ષાઃ ૬.૮૯ લાખ ઉમેદવારો
વર્ગ ૩-ની પ્રત્યેક જગ્યા માટે સરેરાશ ૯૩ ઉમેદવારોઃ ગ્રુપ એ અને બી ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા : ઉમેદવારીની મુદત પૂર્ણઃ તા.પ સુધીમાં ફી ભરી શકાશેઃ મે મહિનામાં પરીક્ષા યોજાવાની શકયતા

રાજકોટ તા.૩: ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ૩ની ભરતી માટે (સી.સી.ઇ.) જાહેરાત પ્રસિધ્ધ કરી અરજીઓ મંગાવવામાં આવેલ. જેમાં ગઇકાલે મુદત પુરી થતા સુધીમાં કુલ ૭૩૩૮ જગ્યાઓ માટે ૬.૮૯ લાખ જેટલી અરજીઓ આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા મે મહિનામાં યોજાય તેવી શકયતા છે. મૂળ જાહેરાત વખતે ૫૩૭૦ જગ્યાઓ દર્શાવવામાં આવેલ. તે પછી બે વખત સુધારા જાહેરાત પ્રસિધ્ધ કરી જગ્યાઓની સંખ્યા વધારવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મળેલ સરકારના વિભાગોમાંથી તેઓના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓના નવા માંગણાપત્રકો તથા જગ્યાઓના અગાઉના મંજૂર માંગણાપત્રકના સુધારા ધ્યાને લઇ નિયત યાદી મુજબની ગ્રુપ- A સંવર્ગની કુલ- ૨૫૨ જગ્યાઓ તથા ગ્રુપ - B સંવર્ગની કુલ-૬૬૨ જગ્યાઓ મળી કુલ-૯૧૪ જગ્યાઓનો પ્રસ્તુત જાહેરાતમાં સમાવેશ કરવામાં આવે છે. પ્રસ્તુત સુધારા જાહેરાત-૨ બાદ ગ્રુપ- A તથા ગ્રુપ - B ની કુલ-૭૩૩૮ જગ્યાઓ માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.
સતાવાર સુત્રોમાંથી મળેલ માહિતી મુજબ ઓનલાઇન અરજી કરવાની મુદત પુરી થતા સુધીમાં ૬,૮૯,૦૦૦ જેટલી અરજીઓ આવી છે. જેમાં ૪.૫૮ લાખ જેટલા ઉમેદવારોએ ફી ભરી દીધી છે. ૫.૩૪ લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઇ ગઇ છે. તા.૫ માર્ચ સુધી ફી ભરવાની મુદત છે. ત્યારબાદ ઉમેદવારોનું આખરી આંકડાકીય ચિત્ર સામે આવશે. ગ્રેજયુએટ કે તેથી વધુ ભણેલા ઉમેદવારો પરીક્ષા આપવા લાયક છે. ઉમેદવારોનો આંકડો ખૂબ મોટો હોવાથી પરીક્ષા લેવામાં ગોૈણ સેવા પસંદગી મંડળની જ પરીક્ષા થઇ થશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
