<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ગાંધીનગરમાં નવી આયુર્વેદ હોસ્‍પિટલ નિર્માણ માટે રૂા.૨૫ કરોડ મંજુર

 

ગાંધીનગર, તા.૩: અહી વર્ષ ૧૯૭૧ માં સરકારી આયુર્વેદ હોસ્‍પિટલનું બિલ્‍ડીંગ સેક્‍ટર ૨૨, ગાંધીનગર ખાતે બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારથી લઈને અત્‍યાર સુધી અનેક દર્દીઓને આયુર્વેદ પદ્ધતિથી સારવાર મેળવીને સ્‍વસ્‍થ થતા આ બિલ્‍ડીંગે જોયા છે. કોઈ ભેદભાવ કે વિવાદ વિના આ બિલ્‍ડીંગે અનેક લોકોને આશરો આપી સાજા કર્યા છે. એક માળ સાથેના આ બિલ્‍ડીંગમાં પંચકર્મ, યોગાભ્‍યાસ, અગ્નિકર્મ, opd,ipd,50 દર્દીને દાખલ કરવાની સુવિધા, ૨૭ સ્‍પેશિયલ બેડ એવી અનેક સુવિધા સભર આ જૂનું બિલ્‍ડીંગ છે.

હાલમાં પણ રોજના ૬૦૦ લોકો આ હોસ્‍પીટલનો લાભ લે છે. અનેક વખત તેનું સમારકામ પણ કરવામાં આવેલ છે. આવા રસોડા સભર બિલ્‍ડીંગ ખુબ જુનું છે ત્‍યારે સરકાર દ્વારા નવીન આયુર્વેદ હોસ્‍પીટલ માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

જેના માટે ૨૪.૯૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્‍યા છે. લગભગ ૪ માળની હોસ્‍પીટલ અનેક અન્‍ય સુવિધાઓ સાથે બનવા જઈ રહી છે. જેમાં પંચકર્મ ની અધ્‍યતન સુવિધા, vip રૂમો, સુઘડ રસોડું, ૧૦૦ બેડની હોસ્‍પીટલ, બોટોનિકલ ગાર્ડન, રક્‍તમોક્ષણ, અગ્નિકર્મ, યોગાભ્‍યાસ, પુસ્‍તકાલય, કેન્‍ટીન, ફિઝિઓથેરાપીની સગવડ જેવી અનેક સુવિધાસભર બિલ્‍ડીંગ બનાવવામાં આવનાર છે. દર્દીઓ વધુને વધુ સુવિધા સાથે સારવાર મેળવી શકે તે માટે આ નવું બિલ્‍ડીંગ ૫૪ વર્ષ બાદ બનાવવામાં આવી રહ્યું છે.

(2:05 PM IST)