<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

અમદાવાદમાંથી 500 અને 1,000ના દરની રૂ.89 લાખની રદ જૂની ચલણી નોટો ઝડપાઇ

નરોડા પોલીસે ગેલેક્ષી ચાર રસ્તા પાસેથી જૂની ચલણી નોટ સાથે કાર જપ્ત કરી

અમદાવાદ શહેરમાં 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. નરોડા પોલીસે રૂ.89 લાખ કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે.જૂની 1,000ના દરની 4,350 અને 500ના દરની 9,100 નોટ જપ્ત કરવામાં આવી છે. જૂની 1,000ના દરની રૂ.43.50 લાખની જૂની ચલણી નોટ ઝડપાઈ છે. 500ના દરની બંધ થયેલી રૂ.45.50 લાખની જૂની ચલણી નોટ ઝડપી છે. પોલીસે ગેલેક્ષી ચાર રસ્તા પાસેથી જૂની ચલણી નોટ સાથે કાર જપ્ત કરી પોલીસે હાથ ધરી તપાસ હાથ ધરી છે.

 

(1:11 PM IST)