તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી
વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે ડી.એસ.પટેલ અને મહામંત્રી તરીકે ડો. પંકજ પ્રજાપતિની વરણીઃ સંયુકત સચિવ પદે પ્રો. જાગૃતિ ભેડા

અમદાવાદમાં સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળની સભા અને સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીતથા નવા સુકાનીઓની વરણી પ્રસંગની તસ્વીર
રાજકોટઃ તા.ર, સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ -GECTGOA- ના સુવર્ણ જયંતિ (૫૦ વર્ષ) ઉજવણી અને AGM કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયું
સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકોના હક, ન્યાય અને હિત માટે કાર્યરત મંડળના સેવા, સમર્પણ, સંદ્યર્ષ અને સફળતા ના અવિરત ૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે અમદાવાદમાં યોજાયેલા સુવર્ણ જયંતિ તથા વાર્ષિક સામાન્ય સભા (AGM) કાર્યક્રમમાં ગુજરાત રાજયના અલગ-અલગ સરકારી ઇજનેરી કોલેજો ખાતેથી તમામ લોકલ યુનિટના હોદ્દેદારો આવ્યા હતા. છેલ્લા ૩૦ વર્ષ માં મંડળના પ્રમુખ કે મંત્રીની જવાબદારી સંભાળી ચૂક્યા હોય તેવા ભૂતપૂર્વ હોદ્દેદારોને ખાસ આમંત્રણ સાથે બોલાવવામાં આવ્યા હતા, જેમાં એન . સી. ચાવડા, પી . આર. પટેલ, એમ. જે. મોદી, પી. આઈ. રાઠોડ, જેમ . એમ. પટેલ, એમ . જે. લુણાગરિયા, ગરવાલિયા, યુ. વી. શાહ, કેતન પટેલ, આશિષ પટેલ વગેરેનો સમાવેશ થાય છે.
વાર્ષિક સાધારણ સભામાંજૂના હોદ્દેદારો તથા ગયા વર્ષના લોકલ યુનિટ હોદ્દેદારોનું ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું. મંડળના ગયા વર્ષની કામગીરીનો વિગતવાર અહેવાલ મહામંત્રી શ્રી પંકજ પ્રજાપતિએ રજૂ કર્યો, જયારે હિસાબ ટ્રેઝરર શ્રી હિંગુ એ પ્રસ્તુત કર્યો. મંડળ પ્રમુખ શ્રી ડી. એસ. પટેલ ગત વર્ષ દરમિયાન કરેલા પ્રયત્નો તથા ચાલુ પ્રશ્નોની છણાવટ કરી, અને નિર્ધારણ કર્યું કે આ સુવર્ણ જયંતિ વર્ષમાં મંડળના તમામ બાકી પ્રશ્નોનું નિરાકરણ થશે.
સતત પાંચમાં વર્ષે પ્રમુખ તરીકે ડી. એસ. પટેલ અને મહામંત્રી તરીકે ડો. પંકજ પ્રજાપતિની વરણી કરવામાં આવેલ છે. મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા જોઈન્ટ સેક્રેટરી (મહિલા) તરીકે પ્રો. જાગૃતિ ભેડાની નિમણૂક કરવામાં આવી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. દ્યનશ્યામ શાહ, પ્રો. એચ . બી. જેઠવા, પ્રો. કેતન પટેલ, પ્રો. પી .એન. બોકા તથા લોકલ યુનિટ કમિટીનો વિશેષ સહકાર મળ્યો હતો. LDCE ખાતે આર્યભટ હોલના ઉપયોગ માટે આચાર્યશ્રી એન. એન. ભૂપતાણી તથા સંચાલન માટે પ્રો. મૈત્રિક શાહનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સતત આપનાર તમામ સભ્યો પ્રત્યે કૃતજ્ઞતા દાખવવામાં આવી હતી. મંડળ અધ્યાપકોના પેન્ડિંગ મુદ્દાઓના ઝડપી નિરાકરણ માટે સતત પ્રતિબદ્ધ રહેશે. પ્રમુખ અને મહામંત્રી દ્વારા ‘‘એકતા આપણી ઓળખ, સંગઠન આપણી શક્તિ'' એવો નારો વહેતો કરાયો હતો.
(2:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
