તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
ઇરાન, ઇઝરાયેલ યુદ્ધઃ ગુજરાત પોલીસ તંત્રને DGPએ હાઈ એલર્ટ પર મૂકી દીધું
પીએમ બંદોબસ્તને કારણે સૌરાષ્ટ્રની ક્રાઇમ કોન્ફરન્સ માટે એક દિવસ ઓછો મળ્યો પણ રાજકોટ સૌરાષ્ટ્રના વિશાળ અનુભવ, કોન્ટેક્ટ આધારે રૂટીન શેડયૂલ સાથે રાજકોટ થી ડો. કે. એલ. એન. રાવે રાજ્યભરના ટોચના અધિકારીઓ સાથે ઇમરજન્સી મિટિંગ પણ યોજીઃ ભીતરી કથા : સંસદ સભ્ય, ધારાસભ્યો, રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ સાથેની બેઠક યોજી પ્રજાલક્ષી પ્રશ્નોથી વાકેફ બન્યા : રાજકોટના ઇતિહાસના સહુથી મોટા ડિમોલેશન જેમના માર્ગદર્શનમાં કુનેહપૂર્વક થયું તેવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા સાથે જંગલેશ્વર વિસ્તારનું નિરીક્ષણ કરી, અભિનંદન આપ્યા., રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવના માર્ગદર્શનમાં ચાલતી સાગર સુરક્ષા અંતર્ગત દરિયાકાંઠા નજીકના લોકોને જાસૂસી તાલીમ, ફોન નંબરની આપલે, ડ્રગ્સ, હથિયારોની ઘુસણખોરી રોકવાના પગલાંઓની તલસ્પર્શી વિગતોથી વાકેફ, ઇઝરાયેલ, યુક્રેન યુદ્ધ સમયે ગુજરાતીઓને સહી સલામત પરત લવાયેલ તે આખી પેટર્નનો પોલીસ મહાનિર્દેશક ફરી અભ્યાસ કર્યો

રાજકોટ તા.૨: વન ડે, વન ડિસ્ટ્રિક્ટ, ઈમરજન્સી સેવાનો સમય ઘટાડો, સાયબર ક્રાઇમ હેલ્પ લાઈનના ગોલ્ડન સમયનો લોકોને ત્વરીત મદદ મળે તેવા પ્રજા ઉપયોગી પગલાંઓ પોતાના વિશાળ અનુભવ આધારે લેવડાવનાર રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો કે. એલ એન.રાવે પોતાની કાર્યદક્ષતા અને ત્વરિત નિર્ણય લેવાની કાર્યક્ષમતાનો વધુ એક વખત રાજકોટમાં સૌરાષ્ટ્ર રિજિયનની બેઠક અંતર્ગત આપ્યો હતો.
સહુ પ્રથમ સૌરાષ્ટ્ર રીજયનની બેઠક માટે રૂટિન કાર્યને અસર ન પડે તે માટે શનિ રવિ નક્કી કરેલ , વડાપ્રધાન શનિવારે સાણંદમાં ૨૨૫૧૬ કરોડના ખર્ચે આધુનિક સેમી કન્ડક્ટર પ્લાન્ટ ઉદ્ધાટન સાથે રોડ શો યોજવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા તથા પ્રોટોકોલ અંતર્ગત સાણંદ જવાનું થવાથી રાજકોટમાં રવિવારે કોન્ફરન્સ રાખેલ.
ખૂબ વ્યસ્ત શેડ્યુલ છતાં રાજકોટનો અને સૌરાષ્ટ્રનો બહોળો અનુભવ હોવાથી સૌરાષ્ટ્ર દરિયા કાંઠા અને રાજકોટની તમામ સમસ્યાઓથી વાકેફ હોવાથી શહેર પોલીસે શું ફેરફાર કરવા તેની જાણકારી આપી હતી, રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા ખૂબ પડકારરૂપ રાજકોટના ઇતિહાસના જંગલેશ્વર ડિમોલેશનની કુનેહપૂર્વક કરેલ, તે રૂબરૂ નિહાળી પોલીસ કમિશનર તથા ટીમને અભિનદન આપ્યા હતા. રાજકોટ રેન્જ ig અશોક કુમાર યાદવ દ્વારા દરિયા કાંઠા, ટાપુઓ, વિગેરે માટે લોકોને જાસૂસ જેવી તાલીમ, વિગેરે બાબતની જાણકારી અને ડ્રગ્સ વિગેરે માટે અપનાવાયેલ રણનીતિની માહિતી મેળવી હતી.
અમેરિકા,ઇઝરાયલ વિગેરેની ઈરાન સામેની લડાઈમાં શનિવારે. મોડી રાતે ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત નીપજ્યું તે સંદર્ભે ગમે ત્યારે ગમે તે બની શકે તેવું પોતાના અનુભવ આધારે સારી રીતે સમજતા રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ એન.રાવે વ્યસ્ત શેડ્યુલ વચ્ચે રાજકોટના પોલીસ કમિશનરના કોન્ફરન્સ હોલમાંથી ગુજરાતના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, એસપી, કોસ્ટલ વડા, એરપોર્ટ સિકયુરિટી સાથે તાકીદની વિડિઓ કોન્ફરન્સ યોજી હતી. આ તમામને પ્રવર્તમાન પરિસ્થિતિમાં શું શું પગલા લેવા ? તે માટે માર્ગદર્શન આપી એલર્ટ મૂકયું છે. અત્રે એ યાદ રહે કે ઈરાન, ઇરાક વગેરેમાં વસતા ગુજરાતીઓ ચિંતાતુર બન્યા છે. ઇઝરાયેલ યુક્રેન યુદ્ધ સમયે ગુજરાતીઓને સહી સલામત બહાર કાઢયા હતા, તે આખી પેટર્નનો મુખ્ય પોલીસ વડા દ્વારા તાકીદે આખી સ્કીમ મંગાવી અભ્યાસ કર્યો હતો.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
