<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક બે બાઈક સામસામા અથડાતા બે યુવકોએ જીવ ગુમાવ્યા

પોતાના વતન જઈ રહેલા યુવકોના પરિવારમાં આ દુર્ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા અણસોલ ચેકપોસ્ટ નજીક આજે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાના વતન જઈ રહેલા યુવકોના પરિવારમાં આ દુર્ઘટનાને પગલે શોકનું મોજું ફરી વળ્યું છે. નેશનલ હાઈવે પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પાસેના સર્વિસ રોડ પર બે બાઇક સામસામે પૂરપાટ ઝડપે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

 

(8:49 PM IST)