<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

સુરતના વરાછા ઓવરબ્રિજ પર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે મોત : એક ગંભીર

હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર અંધારામાં ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ :પોલીસે ટ્રેક્ટર ચાલકની બેદરકારી બદલ ધરપકડ કરી

સુરતના વરાછા ઓવરબ્રિજ પર ગત રાત્રી થયેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા. હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર અંધારામાં કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સાઈન બોર્ડ વગર ઉભેલા એક ટ્રેક્ટર પાછળ મોટરસાયકલ ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં પાસોદરાના રહેવાસી શૈલેષભાઈ માણીયા, તેમના પુત્ર મન અને ભત્રીજા મંત્રનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન અવસાન થયું હતું. જ્યારે શૈલેષભાઈના પત્ની કૃપાબેનને ગંભીર ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ટ્રેક્ટર ચાલકની બેદરકારી બદલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(7:23 PM IST)