<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર જીવલેણ હુમલો

હુમલામાં 2 ગૌ રક્ષકો થયા ઇજાગ્રસ્ત: ગૌ રક્ષકોની કાર તથા બાઇકમાં તોડફોડ

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પટણી ચોક ખાતે ગૌ રક્ષકો પર હુમલાની ઘટના નોંધાઈ છે. પીકઅપમાં કતલના ઇરાદે પશુ લઈ જવાતા હોવાની વિગત ગૌરક્ષકોને મળી હતી. ગૌ રક્ષકોએ પીછો કરી પટણી ચોક ખાતે વાહન ઝડપી પાડ્યુ હતું. તે દરમિયાન 50 થી 60 જેટલા કસાઇઓએ હુમલો કર્યો હતો આ હુમલામાં 2 ગૌ રક્ષકો ઇજાગ્રસ્ત થયા હતા  ગૌ રક્ષકોની કાર તથા બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી. બે ગૌરક્ષકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા . પોલીસે ઘટના સ્થળે પહોંચી 7 ભેંસ ભરેલી પિકઅપને ઝડપી પાડી હતી  હાલ પોલીસે ઘટનાની ગંભીરતા ને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(1:48 PM IST)