તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
રાજપીપળા વોર્ડ. ૪ ભાટવાડા વિસ્તારમાં બે મહિનાથી પાણીની ગંભીર સમસ્યાથી મહિલાઓમાં રોષ
વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઇજ કામગીરી નહીં થતા સ્થાનિકો લડાયક મૂડમાં

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા નગરપાલિકા વોર્ડ નં.૪ માં પીવાના પાણીની કટોકટી સર્જાતા મહિલાઓમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.
મળતી વિગતો અનુસાર રાજપીપળા ભાટવાડા વોર્ડ. નં.4 માં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોય પાલિકા તંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં કોઇજ કામગીરી હાથ ધરાતી નથી જોકે વોર્ડ 4 ના સદસ્ય ગિરિરાજ ભાઈ ખેર ને વાત કરતાં તેઓ વોર્ડ માં આવીને જોઈ ગયા અને સ્થાનિકો સાથે વાત કરી પાણીની સમસ્યા દૂર કરવાનું કહી ગયા હતા પરંતુ હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી, પીવાના પાણીની આ સમસ્યા હજુ ઉનાળાની શરૂઆતમાં જ જોવા મળે છે તો હજુ આકરી ગરમી પડશે ત્યારે શું સ્થિતિ ઉદ્ભવશે.
હમણાં અડધો કલાક જ પાણી મળે છે અને લોકો મોટરો મૂકી દેતા પાણીનો ફોર્સ તદ્દન ઓછો આવે છે માટે પાલિકાએ મોટર મૂકતા લોકો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. પાલિકાના અધિકારી અને સત્તાધીશો એ આ ગંભીર બાબતે યોગ્ય પગલાં લઈ સ્થાનિકો ની સમસ્યા દૂર કરવી જોઈએ.
સ્થાનિક મહિલાઓ ના જણાવ્યા મુજબ જો પાલિકા દ્વારા અમારી આ તકલીફ દૂર નહીં થાય તો આવનારા દિવસો માં અમે પાલિકા કચેરી પર પહોંચી ઉગ્ર રજૂઆત કરીશું.
આ મુદે વોર્ડ.4 ના સદસ્ય ગિરિરાજસિંહ ખેરએ જણાવ્યું કે મેં આ મુદ્દે ત્યાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સફેદ ટાવર પાસેના વાલમાં લીકેજ અથવા કોઈ ખામી હશે જેના કારણે પાણી ઓછું મળે છે જેનો ઉકેલ હું લાવીશ, અને લોકો પાણી માટે મોટરો મૂકે છે તે માટે પણ અમે કાર્યવાહી કરીશું.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
