<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

બીજેપી જનસેવા અભિયાન અંતર્ગત પીએસઆઈ અને કોન્સ્ટેબલ ને જરૂરી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત જનસેવા અભિયાન અંતર્ગત પીએસઆઈ અને કોન્સ્ટેબલની ફિઝિકલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ તાલીમાર્થી યુવાનોને અભ્યાસ માટે જરૂરી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન શ્રી કમલમ્, નર્મદા, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મનસુખભાઈ વસાવા એ યુવાનોને અભિનંદન પાઠવીને કહ્યું કે કઠોર મહેનત અને સંકલ્પબળથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમણે યુવાનોને આગામી લેખિત પરીક્ષા માટે સંપૂર્ણ એકાગ્રતા સાથે તૈયારી કરવા પ્રેરણા આપી.
   જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલે જણાવ્યું કે ભાજપ સંગઠન હંમેશા યુવાનોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું છે અને આવી પહેલોથી યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે છે.
  પ્રદેશ ભાજપા યુવા મોરચા મંત્રી આકાશભાઈ તડવી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ મહેન્દ્રભાઈ દવે, જિલ્લા યુવા મોરચા મહામંત્રી પુષ્પરાજસિંહ ગોહિલ, નાંદોદ તાલુકા પ્રમુખ જતીનભાઈ પટેલ, રાજપીપલા શહેર પ્રમુખ અજીતભાઈ પરીખ સહિત અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
  કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા યુવાનોને સતત મહેનત, શિસ્ત અને દેશસેવાના ભાવ સાથે આગળ વધવા શુભકામનાઓ પાઠવવામાં આવી.
  આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને યુવાનોમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનું સંચાર થયો હતો.

(10:54 PM IST)