તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
ગુજરાતના પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી IAS હરિત શુક્લાને GADમાં મુકાયા :બે વિભાગના વધારાના ચાર્જ રહેશે
IAS અધિકારી હરિત શુક્લાને પોર્ટ એન્ડ ટ્રાંસપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપાયો

અમદાવાદ : ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુક્લાના સ્થાને સંદિપ સાંગ્લેને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગ્લે જવાબદારી નિભાવશે. જ્યારે હરિત શુક્લાને આ જવાબદારીમાંથી મુક્ત કરીને GADમાં મુકવામાં આવ્યા છે. તેમની GADમાં અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
IAS અધિકારી હરિત શુક્લાને પોર્ટ એન્ડ ટ્રાંસપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. IAS હરિત શુક્લા પાસે બે વિભાગના વધારાના ચાર્જ રહેશે. આ ઉપરાંત સ્પીપાના ડાયરેક્ટર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત GAS આઈ.આર.વાળાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે આગામી ઓર્ડર સુધી ચાલુ રહેશે.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
