તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
અમદાવાદના કાંકરિયા તળાવમાં અત્યાધુનિક વોટર એન્ડ સાઉન્ડ શો શરૂ કરાશે : 4 કરોડનું ખાસ બજેટ ફાળવાયું
લેસર ટેકનોલોજી અને પાણીના ફુવારાના માધ્યમથી અમદાવાદના ભવ્ય ઇતિહાસને પર્યટકો સમક્ષ જીવંત કરશે.

અમદાવાદનું પ્રખ્યાત પિકનિક સ્પોટ કાંકરિયા તળાવ હવે વધુ આધુનિક અને મનોરંજક બનવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયામાં અત્યાધુનિક વોટર એન્ડ સાઉન્ડ શો શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ શો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ લેસર ટેકનોલોજી અને પાણીના ફુવારાના માધ્યમથી અમદાવાદના ભવ્ય ઇતિહાસને પર્યટકો સમક્ષ જીવંત કરશે. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે તંત્ર દ્વારા રૂ. 4 કરોડનું ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.
અગાઉ બાલવાટિકાના નવીનીકરણ બાદ હવે આ વોટર શો કાંકરિયાનું નવું નજરાણું બનશે. આ શોમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી રાત્રિના સમયે તળાવનો નજારો જોવાલાયક બની રહેશે. તળાવના પરિસરમાં માત્ર વોટર શો જ નહીં, પરંતુ અન્ય અનેક સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે: કેન્ડી મ્યુઝિયમ: બાળકો અને ખાણીપીણીના શોખીનો માટે ખાસ 'કેન્ડી મ્યુઝિયમ' બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
