તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th February 2026
સ્માર્ટ સિટીના ગુનેગારો સ્માર્ટ બને ત્યારે પોલીસ સ્માર્ટ ન હોય તે કેમ ચાલે? દેશમાં સહુ પ્રથમ સ્માર્ટ કોપ બનાવવા સુરતમાં પ્રથમ પ્રયોગ શરૂ
વિશ્વના નકશા પર આધુનિક શહેરની ઓળખ મેળવતા આ શહેરને ખરા અર્થમાં આધુનિક બનાવવા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા મેગા મનોમંથન, હર્ષભાઈ આખા રાજ્યમાં આ પ્રયોગ અમલી બનાવવા સક્રિય : સીબીઆઇ, સેન્ટ્રલ ib , FSL જેવી તાલીમ માટે હાઈ લેવલે બેઠકોનો ધમધમાટ, સાયબર ફ્રોડ, ડ્રગ્સના ચકચારી મામલાનો સ્થાનિક પોલીસ અભ્યાસ કરી, સ્માર્ટ કોપ બને તેવી સીપીની અભિલાષા

રાજકોટ તા. ર૬: સ્માર્ટ સિટી બનાવ્યા , આ સાથે અપરાધીઓ પણ સ્માર્ટ બન્યા, તેનો મુકાબલો કરવા પોલીસના જૂના માળખા સાથે પોલીસ પણ સ્માર્ટ બને તે ખૂબ જરૂરી હોવાનુ સુરતના દૂરંદેશી પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતને ખૂબ મનોમંથન પછી વિચાર સ્ફૂર્યો, જેના પરિપાક રૂપે, પોલીસને સ્માર્ટ બનાવવાની દિશામાં અનુભવી પોલીસ અધિકારીઓ અને તજજ્ઞો સાથે વિચાર વિમર્શ કર્યા પછી પાંચ , પાંચ કલાક સુધી સાયબર ફ્રોડ, ડ્રગ્સ માફિયાઓ સામે અદ્યતન ટેકનોલોજી સાથેના પ્રેઝન્ટેશન રજૂ કર્યા, રાજ્યના ગળહમંત્રી પોતાના હોમ ટાઉનમાં થઈ રહેલ પહેલથી ખૂબ ખૂબ થયા આખા રાજ્યની પોલીસને સ્માર્ટ બનાવવાની દિશામાં વિચારણા શરૂ કર્યાનું સૂત્રો જણાવે છે. વિશ્વના નકશા પર સાથે વિકાસલક્ષી કાર્યને લઈને આગળ વધતું સુરત શહેર ક્રાઈમના ઇતિહાસમાં પણ સંકળાયેલું છે ત્યારે સુરત શહેરને આધુનિક શહેર ઓળખ મેળવી રહી છે ત્યારે સ્માર્ટ સિટી સાથે સ્માર્ટ કોપ બનાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ગુજરાત નહી પણ દેશમાં પણ નહીં એવી પહેલ સ્માર્ટ સિટીનું એક સપનું આગળ વધારી રહ્યા છે અને સુરત શહેરને સ્માર્ટ સિટી સાથે સ્માર્ટ કોપ તરીકે પણ વિશ્વમાં ઓળખ મળે તે માટેની તમામ તડામાર તૈયારીઓ ચાલી ટોપ ગિયરમાં મુકવામાં આવી છે.
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
