<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

બ્રાન્‍ડવર્સ અને શ્નાઇડર કન્‍ઝયુમર મધ્‍ય-પ્રિમિયમ ગ્રાહક ઉપકરણો ભારત લાવવા માટે ભાગીદારી

અમદાવાદ : બ્રાન્‍ડવર્સે જાહેરાત કરી છે કે તેણે ભારતમાં શ્નાઇડર કન્‍ઝ્‍યુમરના હોમ અને કન્‍ઝ્‍યુમર એપ્‍લાયન્‍સ વ્‍યવસાયને વિકસાવવા અને વિસ્‍તળત કરવા માટે વ્‍યૂહાત્‍મક ભાગીદારી કરી છે. ભારતનો કન્‍ઝ્‍યુમર ઇલેક્‍ટ્રોનિક્‍સ બજાર લગભગ શ્‍લ્‍ઝ ૯૦ અબજનો છે, જેમાં સૌથી ઝડપી વળદ્ધિ મધ્‍ય-થી-પ્રિમિયમ સેગમેન્‍ટમાં જોવા મળે છે. ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાંથી ૫૦% થી વધુ માંગ વળદ્ધિ થઈ રહી છે. આ ભાગીદારી હેઠળ શ્નાઇડર કન્‍ઝ્‍યુમરને ભારતીય ઘરો માટે વિશ્વસનીય અને મધ્‍ય-પ્રિમિયમ બ્રાન્‍ડ તરીકે સ્‍થાપિત કરવાનો ધ્‍યાન રહેશે.તેમ બ્રાન્‍ડવર્સના સીઇઓ અને સ્‍થાપક શ્રી નિરવ પટેલે જણાવ્‍યું હતું. ભારતમાં સૌથી ઝડપી વળદ્ધિ મધ્‍ય-થી-પ્રિમિયમ સેગમેન્‍ટમાં થઈ રહી છે. ગ્રાહકો પ્રિમિયમ ડિઝાઇન અને ઉત્તમ અનુભવ ઈચ્‍છે છે, પરંતુ તે તેમની પહોંચમાં હોવો જોઈએ. શ્નાઇડર પાસે વારસો અને ડિઝાઇનની મજબૂત ઓળખ છે, અને બ્રાન્‍ડવર્સ અમારી ઇકોસિસ્‍ટમના સહકારથી ભારતમાં બ્રાન્‍ડને એન્‍ડ-ટુ-એન્‍ડ વિકસાવશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ) 

(2:11 PM IST)