<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુરના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સ્વાગત

(માહિતી બ્યુરો) ભાવનગર  તા.૨૬ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સાથે  કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

       આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ  રૈયાબેન મિયાણી,  ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડીયાજી, પોલીસ મહાનિરીક્ષક ગૌતમભાઈ પરમાર, ઈ.ચા. કલેકટર શ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, આગેવાન દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(1:17 PM IST)