<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

ગુજરાતના ગૌરવ અને દેશની શાન એવા અમદાવાદ શહેરનો આજે જન્‍મદિવસ....

પરંપરાના મૂળ સાથે આધુનિકતાની ઊંચાઈ સર કરી સ્‍માર્ટ સિટી બન્‍યા સુધીની સફર : ૬૧૬માં વર્ષમાં પ્રવેશઃ ગુજરાત સલ્‍તનતના શાસક અહમદશાહ પ્રથમે કરી હતી સ્‍થાપના, જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહને શહેર બસાયા ઇતિહાસ ,ઉદ્યોગ,સંસ્‍કૃતિ અને વિકાસનો સમન્‍વયઃ બ્રિટિશ કાળમાં ગુજરાતનુ માન્‍ચેસ્‍ટર ગણાતું હતું અમદાવાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપીઃ  ગુજરાતનુ ગૌરવ અને દેશની શાન એવા અમદાવાદ શહેરનો આજે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીના રોજ જન્‍મદિવસ છે, ૨૬ મી ફેબ્રુઆરી ૧૪૧૧ થી લઈને આજે ૨૬ મી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીની અનેરી રહી સફર, જેમાં પરંપરા ના મૂળ સાથે આધુનિકતા સર કરી સ્‍માર્ટ સિટી બન્‍યું છે અમદાવાદ.

કહેવાય છે કે ગુજરાત સલ્‍તનતના શાસક અહમદ શાહ પ્રથમે એ ૨૬ મી ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ સાબરમતી નદીના કિનારે આ શહેરની સ્‍થાપના કરી હતી, શહેરનું નામ અમદાવાદ કેવી રીતે પડ્‍યું એ અંગે બે લોકવાયકા પ્રચલિત છે જે મુજબ એક છે કે  જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહ ને શહેર બસાયૉ, કુતરાની પાછળ સસલા ને દોડતા જોઈને બાદશાહને લાગ્‍યું કે આ બહાદુરની ભૂમિ છે, તો બીજી વાયકા એ છે કે  સુલતાન અહમદ શાહના નામ ઉપરથી  અમદાવાદ નામ રાખવામાં આવ્‍યું.

મધ્‍યકાલીન સમયમાં આ શહેરનું ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક દ્રષ્ટિએ અદકેરું મહત્‍વ હતું વેપાર અને શાસન માટે ઉત્તમ સ્‍થાન ગણાતું હતું, અમદાવાદ ગુજરાતની રાજધાની પણ રહી, પાછળ થી બ્રિટિશ કાળમાં મહત્‍વનું વાણિજ્‍ય અને કાપડ ઉદ્યોગ કેન્‍દ્ર બન્‍યું, અને  ‘‘ પૂર્વનું માન્‍ચેસ્‍ટર '' તરીકે ઓળખાયું, આ શહેરની  સ્‍વાતંત્ર્ય આંદોલનમાં પણ ભૂમિકા રહી, મહાત્‍મા ગાંધીજી એ અહીં સાબરમતી આશ્રમની સ્‍થાપના કરી અનેક આંદોલનો અહીં થી શરૂ થયા.

હવે જો અમદાવાદની આધુનિક ઓળખ જોઈએ તો  ગુજરાતનું સૌથી મોટું શહેર ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્‍ય અને સંસ્‍કૃતિનું કેન્‍દ્ર, યુનેસ્‍કો   દ્વારા વર્ષ ૨૦૧૭ માં વિશ્વ ધરોહર શહેર  તરીકે માન્‍યતા મળી છે.

બીજી ભાષામાં કહીએ તો  આજનું અમદાવાદ પરંપરાના મૂળ સાથે આધુનિકતાની ઊંચાઈ સર કરતું  એવું શહેર છે જે ઇતિહાસ જાળવીને ભવિષ્‍ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, મેગા સિટી અને સ્‍માર્ટ સીટી તો ખરું પણ  ગુજરાતના શહેરોમાં ક્ષેત્રફળ મુજબ પણ અમદાવાદ સૌથી મોટું શહેર ગણાય છે,અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (AMC) વિસ્‍તાર આશરે ૪૬૪ ચો.કિમી જેટલો હોવાનું કહેવાય છે, શહેરની સિવિલ વિસ્‍તારની વસ્‍તી આશરે ૮૫ લાખથી વધુ હોવાનું અનુમાન કરાય છે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૪૮ વોર્ડ આવેલ છે.

આધુનિક પરિવહનમાં  મેટ્રો રેલ કે જે શહેરના પૂર્વપヘમિ અને ઉત્તરદક્ષિણ એમ તમામ દિશાથી જોડે છે, તેમજ બીઆરટીએસ ઝડપી અને વ્‍યવસ્‍થિત બસ સેવા શહેરમાં સ્‍માર્ટ ટ્રાફિક સિસ્‍ટમ અને ફલાયઓવરસાથે અમદાવાદનો થયો છે અદભૂત વિકાસ,સાબરમતી રિવરફ્રન્‍ટ  હરિયાળી, વોકવે, ઇવેન્‍ટ ઝોન ઊંચી ઇમારતો, મોલ્‍સ અને આધુનિક રહેણાંક યોજનાઓ સ્‍માર્ટ સિટી પ્રોજેક્‍ટ હેઠળ ડિજિટલ સેવાઓ,ઉદ્યોગ અને અર્થવ્‍યવસ્‍થા, ટેક્‍સટાઇલ, ફાર્માસ્‍યુટિકલ, ડાયમંડ,   આઇટી અને સ્‍ટાર્ટ અપ્‍સ નજીકના સાણંદ અને ઘોલેરા જેવા ઔદ્યોગિક ઝોન ને પગલે આજે દેશ અને વિદેશી રોકાણ માટે પસંદગીનું શહેર બન્‍યું છે, શિક્ષણ અને નવીનતા આઈઆઈએમ અમદાવાદ, સીઈપીટી, એનઆઈડી  જેવી સંસ્‍થાઓ રિસર્ચ, મેનેજમેન્‍ટ અને ડિઝાઇન માં અગ્રણી  યુવા સ્‍ટાર્ટઅપ હોય કે હોય સંસ્‍કૃતિ કે પછી વાત હોય આરોગ્‍ય સુવિધાઓની તો  આધુનિક મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ્‍સ,મેડિકલ ટુરિઝમ નું ઉદયમાન કેન્‍દ્ર,સરકારી અને ખાનગી આરોગ્‍ય સેવાઓ માં પણ અગ્રીમ હરોળમાં આવે છે.

પર્યાવરણ અને હરિયાળી નદી કિનારા વિકાસ, ગાર્ડન અને ઓપન સ્‍પેસ, સૌર ઊર્જા, ઇલેક્‍ટ્રિક વાહનોને પ્રોત્‍સાહન સ્‍વચ્‍છતા અને વેસ્‍ટ મેનેજમેન્‍ટ પર ભાર, સંસ્‍કૃતિ અને આધુનિક જીવનશૈલી કેફે કલ્‍ચર, મોલ્‍સ, આર્ટ ગેલેરી સાથે સાથે પરંપરાગત ઉત્‍સવો જેમકે નવરાત્રિ, ઉત્તરાયણ એટલે કે  ‘‘મોડર્ન લાઈફ ૅ સંસ્‍કૃતિ''નું સંતુલન ધરાવતું શહેર, ટેકનોલોજી અને ડિજિટલ શહેર ઓનલાઈન નાગરિક સેવાઓ સ્‍માર્ટ સ્‍ટ્રીટ લાઈટ્‍સ, સીસીટીવી  ડિજિટલ ગવર્નન્‍સ જેવી તમામ સુવિધાઓ સાથે આજે સ્‍માર્ટ સિટી બન્‍યું છે અમદાવાદ...

આજે અમદાવાદના સ્‍થાપના દિને અમદાવાદમાં વસતા તમામ અમદાવાદવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

 

(10:37 AM IST)