<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

રાજપીપળા સિવિલના એ.આર.ટી સેન્ટર પર HIV પીડિતોને હોળી નિમિત્તે કીટ આપવામાં આવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આવતા મહિને હોળીનો પર્વ હોય જેને પરિવાર સાથે સારી રીતે મનાવે અને હોળીમાં ખાસ ખવાતી વસ્તુઓ તેમને મળી રહે તે માટે ART સેન્ટર, GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર માટે આવતા એચઆઇવી પીડિત દર્દીઓને હોળીના પાવન તહેવાર નિમિત્તે પુરુષાર્થ ફાઉન્ડેશન, રાજપીપળા દ્વારા ખજૂર, ચણા, ગોળ, સેવ અને હારડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં ડો. કોઠારી (સિવિલ સર્જન), ડો. સેજલ મેડમ (નોડલ ઓફિસર), ડો. અમીષા પટેલ, ડો. પ્રેરક આનંદ, સંદીપભાઈ, ખૂબીબેન, નીલમબેન તેમજ પુરુષાર્થ ફાઉન્ડેશન તરફથી હરેન્દ્ર રોહિત અને કૃપલ વૈધ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તહેવારની ઉજવણી સાથે દર્દીઓમાં આનંદ અને ઉત્સાહનો સંદેશ પહોંચાડવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ દર્દીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમની આરોગ્ય પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરી. કાર્યક્રમ સ્નેહ અને સેવાભાવના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

(10:50 PM IST)