<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય: પશુ પક્ષી માટે નિશુલ્ક સેવા કરતી સંસ્થાને મિલકતવેરામાંથી મુક્તિ

જે સંસ્થા ચેરિટી કમિશનરમાં નોધાઇ હશે. સમયસર હિસાબો ઓડિટ કરાવતી હશે તેને જ આ લાભ આપવામાં આવશે

અમદાવાદ શહેરમાં પશુ પક્ષી માટે જીવદયાનું કામ કરતી સંસ્થા માટે આનંદના સમાચાર છે. પશુ પક્ષી માટે નિશુલ્ક સેવા કરતી સંસ્થાને મિલકતવેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંસ્થા ચેરિટી કમિશનરમાં નોધાઇ હશે. સમયસર હિસાબો ઓડિટ કરાવતી હશે તેને જ આ લાભ આપવામાં આવશે.. ..

(9:24 PM IST)