<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી બિન શૈક્ષણિક કામ ન લેવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીની સૂચના

તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તથા શાસનાધિકારીને પત્ર મોકલવામાં આવ્યો

ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એક પત્ર જાહેર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકો પાસેથી બિન શૈક્ષણિક કામ ન લેવા સૂચના આપવામાં આવી છે. રાષ્ટ્રહિત માટે જરૂરી હોય તે સિવાય ના કામો ના કરાવવા માટે સૂચના અપાઈ છે. 

   તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તથા શાસનાધિકારીને પત્ર મોકલવામાં આવ્યો છે. શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી કરાવવાને લઈ લાંબા સમયથી ઉઠી રહ્યા હતા સવાલ, જો કે આ પત્રને કારણે હવે સ્થિતિ સુધરશે.

 

(9:10 PM IST)