તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
સુરત પુણાગામમાં પનીર વેચતી A-1 ડેરી ફૂડ્સમાં SOG અને FSO ટીમના દરોડા: 329 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયું
આરોપી કડોદરા ચોકડીથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી 200માં પનીર ખરીદી 220માં શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં વેચતો હતો

સુરતના પુણાગામમાં નકલી પનીરના વેપલા પર SOG પોલીસના દરોડા પડ્યા છે . SOG અને FSO ટીમે પુણાગામની ‘A-1 ડેરી ફૂડ્સ’ માં દરોડા પાડ્યા હતા . ડેરી માંથી 329 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે સાથે . ડેરી સંચાલક સત્યવીર ધાકરેની અટકાયત કરવામાં આવી અને કાનુની કાર્યવાહી હાથ ધરી છે
સત્યવીર ધાકરે છેલ્લા અઢી વર્ષથી આ કૌભાંડ ચલાવતો હતો. આરોપી કડોદરા ચોકડીથી અશોક દુબે નામના વ્યક્તિ પાસેથી 200માં પનીર ખરીદી 220માં શહેરની વિવિધ ડેરીઓ અને કેટરર્સમાં વેચતો હતો. આરોપી દરરોજનું અંદાજે 100 કિલો પનીર ચામુંડા ડેરી , માતા ડેરી, પટેલ ડેરી અને શ્યામ ડેરી જેવી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. પોલીસે કુલ 65,800 ની કિંમતનું પનીર અને ડેરીમાંથી પેકિંગ મશીન તથા પ્લાસ્ટિકની કોથળીઓ કબજે કર્યું છે બ .
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
