તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
હિંમતનગરમાં ફરી દારૂની હેરાફેરીનો પર્દાફાશ: બિનવારસી ટેમ્પામાં ગુપ્ત ખાનામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે કુલ 1 હજાર 476 દારૂની બોટલો સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ભિલોડા તરફથી એક શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો પણ ભાગી ગયો .

સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.. ગાંભોઈ પોલીસે બામણા ગામ નજીકથી પોર્ટર લખેલા એક બિનવારસી ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1 હજાર 476 દારૂની બોટલો સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ટીમ વોચમાં હતી તે દરમિયાન ભિલોડા તરફથી એક શંકાસ્પદ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો. જો કે ચાલકે ટેમ્પો ઉભો રાખવાને બદલે બામણા ગામ તરફ ઝડપથી હંકારી મૂક્યો. જે બાદ પોલીસે પીછો કરતા ચાલક બામણા ત્રણ રસ્તા પાસે ટેમ્પો મૂકીને નાસી છૂટ્યો હતો
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
