તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
નવસારીમાં ઓપેરા ગ્રુપ ઉપર ITના દરોડા
રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ગ્રુપના ૧૭ સ્થળોએ તપાસઃ દરોડાના કનેકશનમાં વેસુ ખાતે તપાસઃ સુરત DDI વિંગની કાર્યવાહી

રાજકોટ, તા. રપઃ ર૦રપ-ર૬ ના નાણાકીય વર્ષ પુર્ણ થવા આડે હવે માત્ર એક જ મહિનો બાકી છે ત્યારે આજે વહેલી સવારથી નવસારીના ઓપેરા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહી ઇન્કમટેકસે હાથ ધરતા ખળભળાટ મચી જવા પામેલ છે.
સુરતની ઇન્વેસ્ટીગેશન વીંગ ઓફ ઇન્કમટેક્ષ દ્વારા નવસારીમાં રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલ ટોચના ઓપેરા ગ્રુપ ઉપર ૧૭ સ્થળો દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાની કાર્યવાહીમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાની ઇન્વેસ્ટીગેશન ટીમના ૯૦ થી વધુ અધિકારીઓ જોડાયા છે.
દરમીયાન ગ્રુપના દિલીપભાઇ સંઘાણીને ત્યાં પણ સર્વની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નવસારીમાં ઇન્કમટેક્ષ દરોડાના કનેકશનમાં વેસુ સ્થીત એક ઓફીસમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સુરતના એક મોટા બિલ્ડર ગ્રુપ ઉપર પણ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે. જેના કારણે ઉદ્યોગપતિ અને બિલ્ડર જુથમાં હલચલ જોવા મળી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
