<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

મોરજડી ગામે લાકડા ભરેલ પીકઅપ ગાડી ચેક કરનાર બીટગાર્ડ પર હુમલો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં લાકડા ભરેલ પીક અપ ગાડીને ચેક કરનાર બીટ ગાર્ડ ઉપર હુમલો કરનાર પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

     પ્રાપ્ત વિગતો અનુસાર બીટ ગાર્ડ પંકેશભાઇ S/O મથુરભાઈ ચીમડીયાભાઈ રાઠવા (મુળ રહે. ચીસાડીયા તા.જી. છોટાઉદેપુર હાલ રહે.સગાઈ ફોરેસ્ટ કવાર્ટસ તા.ડેડીયાપાડા જી.નર્મદા) નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા અન્ય વન કર્મીને મળેલ માહીતીના આધારે પીકઅપ ગાડી રજી.નં.GJ.22.U.3122 નો ચાલક લાકડા ભરેલ પીકઅપ ગાડી ને ચેક કરતા હોય તે દરમ્યાન પીક અપ ગાડીના ચાલકે વન કર્મીઓ ની ફરજમાં રૂકાવટ કરી બોલા ચાલી, ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ઝગડો કરી બીટગાર્ડને પીકઅપ ચાલકની સાથે બેસેલ શખ્શે માથાના ભાગે મુક્કાઓ મારી તથા એક બીજા એ બીટગાર્ડ મોહીલકુમાર ગોરધનભાઇ રાઠોડ પાસેની લાકડી ઝુટવી લઈ ફરીયાદીને માથામા ડાબી બાજુ પાછળના ભાગે લાકડી નો એક સપાટો મારી ઈજા કરી તથા બીટગાર્ડ મોહીલકુમાર ગોરધનભાઇ રાઠોડ નાઓને પણ શરીરે ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારી જમણા હાથના બાવળાના ભાગે તથા જમણા પગના જાંઘના પાછળના ભાગે લાકડીના સપાટા મારી ઈજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:58 PM IST)