<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

નાંદોદ તાલુકાના સિસોદરા નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનન પર ગ્રામજનોનો હલ્લાબોલ

ખાણ ખનીજ વિભાગે રેતી ખનનમાં વપરાતા બે લોડર , ત્રણ ટ્રેક્ટર અને ત્રણ ચારણા જપ્ત કરી આમલેથા પોલીસ મથકને સોંપ્યા

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદરા ગામની નર્મદા નદીના પટમાંથી રાત્રી દરમ્યાન ગેરકાયદેસર રેતી ખનન થઇ રહ્યું હોય ગ્રામજનોએ સ્થળ પર હલ્લાબોલ કરી રેતીખનન અટકાવ્યું હતું .
   પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા નદીના પટમાં પોઇચા, નરખડી , સિસોદરા જેવા ગામોમાં રેતીની કાયદેસરની લીઝ આવેલી છે પરંતુ કેટલાક રેતી માફિયાઓ નદીના પટમાં ગેરકાયદે રેતીખનન કરતા હોય છે. સિસોદરા ગામની નર્મદા નદીના પટમાં પણ ગેરકાયદે રેત ખનન થતું હોય ગ્રામજનો એ તે અટકાવવા સ્થળ પર જઈ હલ્લાબોલ કરી ખાન ખનીજ વિભાગ ને જાણ કરતા નર્મદા ખાણખનીજ વિભાગની ટીમ ત્યાં પહોંચી જતા રેતી માફિયાઓ નાસી છૂટવા માં સફળ રહ્યા હતા જયારે ખાણ ખનીજ વિભાગે રેતી ખનનમાં વપરાતા બે લોડર , ત્રણ ટ્રેક્ટર અને ત્રણ ચારણા જપ્ત કરી આમલેથા પોલીસ મથકે સોંપ્યા હતા . 

જાણવા મળ્યા મુજબ આ ગેરકાયદેસર ખનનમાં નજીક ના ઓરી ગામના હાર્દિક નામની વ્યક્તિ તથા અન્ય બે શખ્સો સંડોવાયેલા હોવાનું કહેવાય છે. ખાણખનીજ વિભાગે ઘટના સંદર્ભે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .ત્યાર્રે સિસોદરા ના ગ્રામજનો ની જેમ અન્ય ગામના લોકો પણ જાગૃત રહે તો ગેરકાયદે રેતી ખનન અટકે અને પર્યાવરણ ને થતું નુકશાન ના થાય

(9:54 PM IST)