તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
પ્રથિતયશ સર્જક પ્રવીણ દરજીને ‘સાહિત્ય ગોૈરવ પુરસ્કાર'

રાજકોટ : ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જક, નિબંધપુરુષ,કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક પદ્મશ્રી પ્રવીણ દરજી ને. મો.નં.- ૯૮૨૫૩ ૫૬૫૫૧ ગુજરાત સાહિત્ય અકાદમી , ગાંધીનગર દ્વારા જાહેર થયેલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૨૪) એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ માતળભાષા દિવસની પૂર્વ સંધ્યાએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં ગુજરાત રાજ્યના શાલિન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન અર્પણ કરાયું હતું.
આ પ્રસંગે રમતગમત , યુવકસેવા-સાંસ્ક્રુતિક પ્રવળતિઓના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડો. જયરામભાઇ ગામીત, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા કવિ ડો. ભાગ્યેશ જહા તેમ જ મહામાત્રશ્રી જયેન્દ્રસિંહ જાદવ સહિતના મહાનુભાવો સાહીત્યકારોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ૧૫૫ થી વધુ પુસ્તકોના સર્જક શ્રી પ્રવીણ દરજીએ પોતાના સાહિત્યથી ગુજરાત તેમજ દેશ વિદેશમાં ગુજરાતી ભાષા સાહિત્યની સુવાસ ફેલાવી છે. સાહિત્યની તેમની શ્રેષ્ઠ અને દીર્ઘકાલીન સેવાઓ ને અનેક સુવર્ણ ચંદ્રકો અને પારિતોષિક દ્વારા બિરદાવવામાં આવી છે. વિશ્વ માતળભાષા દિવસે મેઘાણીભવન, ગાંધીનગર ખાતે આયોજીત ‘‘નવનીતમ'' કાર્યક્રમ માં ડો. દરજીએ પોતાના સર્જનની કેફિયત રજૂ કરતાં ‘‘શબ્દ થી નીઃશબ્દ'' થવા સુધીની સાહિત્ય યાત્રા વિષે મનભાવન શૈલીમાં યાદગાર વકતવ્ય આપ્યું હતું. પ્રથિતયશ ડો. પ્રવીણ દરજીને ભારત સરકારે સાહિત્ય અને કેળવણીના તેમના બહુમૂલ્ય પ્રદાન માટે ૨૦૧૧માં પદ્મશ્રી થી પણ અલંકળત કર્યા હતા. તાજેતરનાં દિવસોમાં જ તેઓ ને આંતરરાષ્ટ્રીય માઇકા મેન્ટર એવોર્ડ પણ અમદાવાદ, માઇકા ખાતે ડો. શ્રી પ્રદીપ ખાંડવાળા ના હસ્તે અર્પણ થયો હતો. ડો. પ્રવીણ દરજીનું સામાજીક-સહકારી ક્ષેત્રે પણ ઘણું મોટું અર્પણ રહ્યું છે. વિવિધ યુનિવર્સિટીઓ અને શાળા કક્ષા એ તેઓ ની કળતિઓ અભ્યાસક્રમમાં પણ મૂકાતી રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
