તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ઝિમ્બાબ્વેના ડેલિગેશને ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

રાજકોટ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ રાજકોટ દ્વારા અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેપાર મેળામા વિદેશી બાયરની મુલાકાત ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ પરાગ તેજૂરા ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર વાણિજ્ય અને ઉદ્યોગ રાજ મોદી અને ઝિમ્બાબ્વે સરકારના પરમેનન્ટ સેક્રેટરી ડો. સિબાન્ડા , ઝિમ્બાબ્વેના એમ્બેસેડર મિસિસ સ્ટેલા એન્કોમો જોડાયેલા હતા. આફ્રિકાના ઝિમ્બાબ્વે ખાતે યોજાનારા ટ્રેડ શો માં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા જે ડેલિગેશન જવાનું છે. તેમાં ગુજરાત સરકારનું મંત્રી કક્ષાનું ડેલિગેશન પણ સાથે જોડાશે એવી ખાતરી આપી હતી. આ ચર્ચામાં સરકાર તરફથી મમતા વર્મા અગ્ર ઉદ્યોગ સચિવ, સંજીવ કુમાર અન વિક્રાંત પાંડે મુખ્યમંત્રીશ્રીના સચિવ, સ્વરૂપ પી. ઉદ્યોગ કમિશ્નર મિટિંગમાં જોડાયેલ. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વાયબ્રન્ટ સમિટ ૨૦૨૭માં જોડવા માટે ઝિમ્બાબ્વે ડેલિગેશનને નિમંત્રણ આપ્યું હતું.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
