તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
અમદાવાદમાં ગોઝારી ઘટના :વેજલપુરની ક્રિષ્ના નગરી સોસાયટીના મકાનમાં ભીષણ આગ : બે લોકોના મોત
ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો: આગ એટલી ગંભીર હતી કે અંદર ફસાયેલા બે લોકોને બચાવી શકાયા નહોતા

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરની ક્રિષ્ના નગરી સોસાયટીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં કમનસીબે બે લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વેજલપુરની ક્રિષ્ના નગરી સોસાયટીમાં મોડી રાત્રે અચાનક એક મકાનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ગંભીર હતી કે અંદર ફસાયેલા બે લોકોને બચાવી શકાયા નહોતા. ફાયરબ્રિગેડની ટીમે આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
