તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ગુજરાતમાં ૧૬ નવી સરકારી કોલેજોમાં આચાર્ય પ્રોફેસર સહિત ૧૧૭ જગ્યા ભરવાની મંજૂરી
૧૬ નવી સરકારી કોલેજોને ૮ કોલેજમાં નવા પ્રવાહ શરૂ કરવાની જાહેરાતને પગલે મહેકમ મંજૂરી

રાજકોટ, તા.૨૪: ગુજરાત રાજયમાં આગામી સમયમાં ૧૬ નવી સરકારી કોલેજો અને ૮ કોલેજોમાં નવા પ્રવાહ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના માટે ૧૧૭ શૈક્ષણીક અને બિનશૈક્ષણીક જગ્યા ભરવામાં આવશે. આગામી દિવસોમાં ભરતી કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ગુજરાત રાજયની સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી ન હતી જેને કારણે શિક્ષણ ઉપર અસર થતી હતી પરિણામે અનેકવખત રજૂઆત થઇ હતી. વિધાનસભા બજેટ પત્ર દરમીયાન કોલેજોને મંજૂરીને સતાવાર જાહેરાત કરવામાં આવી છે.
નવી કોલેજોમાં સરકાર દ્વારા આચાર્ય આસી. પ્રોફેસર, ગ્રંથાપાલ, પીટીઆઇ, કલાર્ક, લેબ આસિસ્ટન્ટ, જુનીયર કલાકૃ, પટ્ટાવાળા સહિતનું મહેકમ મંજુર કરી દેવામાં આવ્યુ દરેક કોલેજોમાં પટ્ટાવાળાની ૧૩ જગ્યાઓ આઉટસોસિગથી ભરવામાં આવશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
